મુંદ્રાની શિક્ષિકાનો કોરોનાનો રિપોર્ટ જામનગરમાં પોઝિટિવ
- શાળા, ઝેરોક્ષની દુકાન, મેડીકલ, ગ્રોસરી સહિતના સ્થળે મુલાકાત લીધી હતી
- શિક્ષિકા મુંદ્રા તાલુકામાં મુખ્ય શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે અને તેમનું વતન જામનગર છે.
ભુજ,શનિવાર
ભુજની યુવતીના કોરોનાના પોઝીટીવ રિપોર્ટ બાદ એક નવી ચિંતા જાગી છે. મુંદરાની શિક્ષિકા વતન જામનગર ગયા બાદ તેનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હોવાનું જાહેર થયુ છે. શિક્ષિકાનો રિપોર્ટ કચ્છ પહોંચ્યા બાદ મુંદરામાં શિક્ષિકા કોના કોના સંપર્કમાં આવી હતી તેમના ટ્રેસીંગ-કવોન્ટાઈન સહિતની કામગીરી કરાશે. શિક્ષિકાના પોઝીટીવ કેસના પગલે મુંદ્રામાં બારોઈ રોડ પર શિક્ષકા શાળા, ઝેરોક્ષની દુકાન, મેડીકલ, ગ્રોસરી સહિતના સૃથળે ગયેલ હોવાથી આ વિસ્તારના લોકોને કવોન્ટાઈન કરવાની તૈયારી આરંભી દેવામાં આવી છે. ટોડા ખાતે ઈન્સ્ટીયુટ કવોરન્ટાઈન કરવાની કામગીરી શરૃ કરાઈ છે.
કોરોનાગ્રસ્ત ભુજની યુવતી સામે પોલીસમાં ફોજદારી ફરિયાદ થઈ
પોતે કોરોનાથી સંક્રમિત હોવાનું જાણવા છતા મુંબઈાથી ભુજ આવેલી તબીબ યુવતીએ સમગ્ર માહિતીથી તંત્રને અંધારામાં રાખતા તેની વિરૃધૃધ ભુજ બી ડીવીઝન પોલીસ માથકે ફોજદારી ફરિયાદ નોંધાવા પામી છે. ૨૨ વર્ષિય યુવતીએ ત્રીજી મેના મુંબઈમાં કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. અને બીજા જ દિવસે તે પોઝીટીવ રિપોર્ટ આવ્યો હતો તેમ છતા કોઈ સક્ષમ અિધકારીની પરવાનગી લીધા વગર ભુજમાં આવી ગઈ હતી. ભુજમાં આવી ગયા બાદ પણ તંત્રને અંધારામાં રાખી માહિતી છુપાવી હતી. પોતે તબીબ હોઈ અને કોરોનાની બિમારીથી સંપૂર્ણ જાણકાર હોવા છતા પણ પોતે અન્ય લોકોના સંપર્કમાં આવી આવુ કૃત્ય કરતા ભુજ બી ડીવીઝન પોલીસ માથકે યુવતી વિરૃધૃધ આઈપીસી ૧૮૮, ૨૬૯, ૨૭૦, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ ૨૦૦૫ની કલમ ૫૧(બી), ગુજરાત પોલીસ એકટની કલમ ૧૩૯, એપીડેમીક ડીસીઝ એકટની કલમ ૩ હેઠળ ફરિયાદ દાખલ કરી છે