For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કચ્છના કોરોના વોરીયર્સનું ભુજ મિલીટરી સ્ટેશન દ્વારા કરાયું સન્માન

- લોકોના બચાવ માટે રાત- દિવસ કામકરનારા કર્મવીરોને સલામ

- વહીવટીતંત્ર,આરોગ્ય વિભાગના કર્મચારીઓ તથા પોલીસ વિભાગનું કરાયું બહુમાન

Updated: May 4th, 2020

Article Content Imageભુજ, રવિવાર 

કોવીડ-૧૯ની મહામારીમાં ખડે પગે સેવા લોકોની સેવા કરનારા કચ્છના કોરોના વોરીયર્સનું ભુજ મિલીટરી સ્ટેશનના ઉચ્ચ અિધકારીઓ દ્વારા મીટાઈ વહેચીને  સન્માન કરાયું હતું.

ભારતીય હવાઈદળ દ્વારા દેશના વિવિાધ શહેરોમાં ફુલવર્ષા કરીને આ કોરોના વોરીયર્સને બિરાદાવાયા હતા. તો ક્યાંય સેનાના બેન્ડ દ્વારા સંગીતની સુરાવલીઓ વચ્ચે સન્માન કરાયું હતું.  તે જ રીતે ભુજમાં પણ ભુજ મિલીટરી સ્ટેશન દ્વારા કોરોના યોધૃધાઓની વીરતાને બિરદાવાઈ હતી. ભુજ મિલીટરી સ્ટેશનના સ્ટાફ ઓફિસર અનુ આર્મી મેડિકલ કોર્પ્સના મેજર દ્વારા જી.કે જનરલ હોસ્પિટલ ખાતે તમામ ડોકટર્સ, પેરામેડિકલ સ્ટાફ સહિતના કર્મચારીઓને તેમની યોધૃધા તરીકેની કામગીરી માટે સન્માનીત કરાયા હતા. આર્મીના અિધકારીઓ દ્વારા કર્મવીર યોધૃધાઓના ઉમદા કાર્યમાં મનોબળ જળવાઈ રહે તે માટે મીઠાઈની વહેંચણી કરાઈ હતી. જિલ્લા આરોગ્ય અિધકારી, સીવીલ સર્જન  સહિતની ટીમ હાજર રહી હતી. આ તકે પોલીસ સેવાને પણ બહુમાનિત કરાઈ હતી. સરહદી રેન્જના આઈ.જીની હાજરીમાં પોલીસ કર્મીઓનું સન્માન કરતા લેફ.કર્નલે જણાવ્યું હતું કે, દેશની ૧૫૦ કરોડની આબાદીને કોરોના સંક્રમણાથી બચાવવા માટે પોલીસ તંત્ર ખુબ જ નિષ્ઠાથી કામ કરી રહ્યું છે.પશ્ચિમ કચ્છ એસ.પીની મુલાકાત લઈને જવાનોની કામગીરીને બિરદાવવામાં આવી હતી.  જિલ્લા વહીવટીતંત્રના પડદા પાછળના કર્મવીરોનું પણ ભારતીય સેના દ્વારા આ તબક્કે સન્માન કરવામાં આવ્યું હતું. કલેકટરને મળીને વહીવટીતંત્રની કામગીરી બિરદાવી હતી. 

Gujarat