Get The App

આશાપુરા માતાજીના સાનિધ્યમાં અશ્વિની નવરાત્રિની ઉજવણી થશે

- જે તે પરિસ્થિતિ અને સરકારની ગાઈડલાઈન મુજબ

- ૧૬ ઓક્ટોબરના ઘટસ્થાપન તથા તા.૨૩ના હવન

Updated: Jul 10th, 2020

GS TEAM

Google News
Google News
આશાપુરા માતાજીના સાનિધ્યમાં અશ્વિની નવરાત્રિની ઉજવણી થશે 1 - image

ભુજ, ગુરૃવાર

માતાનામઢ જાગીર ટ્રસ્ટ દ્વારા દરવર્ષની જેમ આ વર્ષે પણ અશ્વિની નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે જે-તે સમયે અને પરિસિૃથતિ મુજબ તાથા સરકારની ગાઈડ લાઈન પ્રમાણે ઉજવણી કરવામાં આવશે. 

માતાનામઢ જાગીરના અધ્યક્ષ રાજાબાવા યોગેન્દ્રસિંહજીએ જણાવ્યું હતું કે જાગીર દ્વારા માઈભક્તો યાત્રીકોની સુવિાધા માટે તાથા બહારાથી આવતા ભાવિકોને નવરાત્રિ દરમિયાન ટિકીટ બુકીંગ સહિતની વ્યવસૃથા કરાવી શકે એવા હેતુ દરવર્ષે નવરાત્રિ મહોત્સવની તારીખો ઘટસૃથાપન, નવરાત્રી પ્રારંભ, હવન પ્રારંભ, પુર્ણાહૂતી, પત્રી (જાતર) સુાધીના કાર્યક્રમ ચાર માસ અગાઉ જાહેર કરાય છે. જેાથી ભાવિકોને આયોજન અંગે સવલત રહે. 

જોકે આ વરસે મહામારીના કારણે નવરાત્રી સમયની પરિસિૃથતી મુજબ અને સરકાની ગાઈડલાઈન પ્રમાણે ઉજવણી કરવામાં આવશે. મહોત્સવ અંતર્ગત તા. ૧૬ ઓક્ટોમ્બરના રાત્રે ૯-૩૦ વાગ્યે ઘટસૃથાપન કરાશે. નિજ આસો સુદ એકમ તા. ૧૭-૧૦ના નવરાત્રી પ્રારંભ, તા. ૨૩-૧૦ના આસો સુદ સપ્તમાના રાત્ર ે૯-૩૦ કલાકે જગદંબા પુજન અને રાત્રે ૧૦ વાગ્યે હવનપ્રારંભ અને રાત્રે ૧-૩૦ વાગ્યે હવન પૂર્ણાહૂતિ જ્યારે તા. ૨૪ ઓક્ટોમ્બર આસો સુદ અષ્ટમીના શુભ ચોઘડીયે પત્રી (જાતર) વિિધ કરાશે. એવું જાગીર ટ્રસ્ટની યાદીમાં જણાવાયું છે.

Tags :