Get The App

કચ્છમાં બીજા દિવસે પણ નવો કેસ નહીં, વોંધમાં ક્વોરન્ટાઈન સેન્ટરમાં વૃદ્ધનું મોત

- જિલ્લામાં હજુ ૧૮ કોરોના પોઝિટિવ દર્દીઓ હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે

- વધુ ત્રણ દર્દીઓ સાજા થતાં હોસ્પિટલમાંથી ઉમળકાભેર અપાઈ રજા તંત્ર પોઝિટિવ કેસ અને સાજા થનારા કેસના આંક વચ્ચે બેલેન્સ કરવાના મુડમાં

Updated: Jun 2nd, 2020

GS TEAM

Google News
Google News
કચ્છમાં બીજા દિવસે પણ નવો કેસ નહીં, વોંધમાં ક્વોરન્ટાઈન સેન્ટરમાં વૃદ્ધનું મોત 1 - image

ભુજ, સોમવાર 

કચ્છમાં કોરોના ટેસ્ટમાં એકાએક ઘટાડો કરી નખાતા પોઝીટીવ કેસની સંખ્યા પર નિયંત્રણ આવી ગયું છે. જેના કારણે રવિવાર બાદ સોમવારે પણ નવા એકપણ કેસ નોંધાયા ન હતા. બીજી તરફ વધુ ૩ દદીઓ સાજા થતાં તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.  જ્યારે બીજી તરફ ભચાઉ તાલુકાના વોંધના સંસૃથાકીય સેન્ટરમાં ક્વોરન્ટાઈન વૃધૃધનું મોત થતાં તંત્ર દોડતું થયું હતું. જો કે મોત કોરોના થકી નહીં પરંતુ હાર્ટએટેક થયું હોવાનું જાણમાં આવતા રાહતનો દમ લીધો હતો.

આ અંગે મળતી માહિતી મુજબ કચ્છનું વહીવટીતંત્ર પોઝીટીવ કેસ તાથા સાજા થઈને બહાર નીકળતા દર્દીઓ વચ્ચે સમતોલન સાધી રહી છે. ઉપરાંત ટેસ્ટની સંખ્યા પણ ઘટાડી દેવાતા જિલ્લામાં પોઝીટીવ કેસની રફતારમાં એકાએક ઘટાડો થઈ ગયો છે. રવિવારે એકપણ કેસ ન આવ્યા બાદ આજે સતત બીજા દિવસે કોરોનાની હાજરી વર્તાઈ ન હતી. તો ગઈકાલે ૪ દર્દીઓને રજા આપ્યા બાદ તંત્રે આજે હરીઓમ હોસ્પિટલ આદિપુરમાંથી ૨ તાથા જી.કેમાં એક દર્દીને રજા આપીને ઘરે મોકલી દિાધા હતા. આમ, જિલ્લામાં પોઝીટીવ કેસની સંખ્યાનો આંક જે રીતે એકાએક વધ્યો હતો તે જ રીતે જેટ ગતિએ ઘટી રહ્યો છે. જેટલા પોઝીટીવ કેસ નોંધાઈ જાય છે તેનાથી વધુ લોકોને તંત્ર ઘરે રવાના કરી રહ્યું છે. જે જોતા હાલે જિલ્લામાં કોરોના સંક્રમણનો ભોગ બનેલા એક્ટીવ ૧૮ કેસ બચ્યા છે. ૮૦ કેસમાંથી ૫૯ લોકો સાજા થઈ ગયા છે જ્યારે ૩ના મોત નીપજ્યા છે. બીજીતરફ ભચાઉ તાલુકાના વોંધના સંસૃથાકીય ક્વોરેન્ટાઈન સેન્ટરમાં રહેલા મુળ ખારોઈના ૮૦ વર્ષીય ગોકુલભાઈ વસરામભાઈનું રાત્રે ૨.૨૦ કલાકે મોત થતા તંત્ર દોડતું થઈ ગયું હતું. તેઓ પોઝીટીવ વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોવાથી તેઓને અહીં સેન્ટરમાં રખાયા હતા. જોકે મોડી રાત્રે અચાનક તેનું મોત થતાં તંત્ર દ્વારા ખરૃ કારણ જાણવા પીએમ કરાવાયું હતું જેમાં હાર્ટએટેકાથી મોત થયાનું ખુલતા અિધકારીઓએ હાશકારો અનુભવ્યો હતો. 

કચ્છમાં ૨૮ કન્ટેન્મેન્ટ  ઝોનમાં ૩૬ હજાર લોકોનો સર્વે કરાયો

વૈશ્વિક મહામારી જાહેર થયેલા નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯માં  ૨૮ કન્ટેન્મેન્ટ ઝોનમાં અત્યાર સુાધીમાં કુલ ૩૬૦૧૫ લોકોનો સર્વે કરવામાં આવ્યો હતો. છેલ્લા ચોવીસ કલાકમાં કુલ ૪૩ શંકાસ્પદ કેસોના ટેસ્ટીંગ કરવામાં આવ્યા હતા. છેલ્લા ચોવીસ કલાકમાં એકપણ પોઝીટીવ કેસ નોંધાયેલો નાથી. કચ્છ જિલ્લામાં અન્ય જિલ્લા કે રાજયમાંથી આવેલા લોકોની કોરેન્ટાઇન અંગેની વિગતોમાં ૪૪૪૦ જેટલા લોકો સંસૃથાકીય કોરોન્ટાઇન હેઠળ છે. અત્યાર સુાધીમાં કુલ ૧૭૫૬૭ લોકોને હોમ કોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવેલા છે. જયારે પોઝીટીવ દર્દી સાથે સંપર્કમાં આવેલા લોકોની કોરોન્ટાઇન અંગેની વિગતોમાં અત્યાર સુાધી કુલ ૨૯૧ લોકોને સંસૃથાકીય કોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવેલ છે. અત્યાર સુાધી ૫૦૮ વ્યકિતઓને હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. કચ્છ જિલ્લાની વિવિાધ કોવીડ હોસ્પિટલમાં હાલ ૫૦ દર્દી એડમીટ છે અને ૧૭૩ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે.

કચ્છમાં ૨૪ કલાકમાં ૧૭૨ વાહનો ડિટેઈન 

કચ્છ જિલ્લામાં નિયમોના ભંગ બદલ ગઇકાલ સુાધી કુલ ૪૮ વ્યકિતઓ સામે એફ.આઇ.આર. નોંધવામાં આવી છે અને રૃ.૫૦,૬૦૦ જેટલી રકમનો દંડ કરવામાં આવેલો  છે. જાહેરનામાના ભંગ બદલ ૫૮ જેટલા વ્યકિતઓની ધરપકડ કરવામાં આવી છે. કચ્છ જિલ્લામાં ગઇકાલ સુાધીમાં કુલ ૧૭૨ વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા છે. 

Tags :