ભુજ,શનિવાર
કચ્છ જિલ્લામાં આજે એક સાથે ૧૧ પોઝીટીવ કેસો નોંધાતા હાહાકાર મચી ગયો છે. આ ૧૧ પોઝીટીવ કેસો સાથે જિલ્લામાં પોઝીટીવ કેસોનો કુલ આંક ૧૪૩ પહોંચી ગયો છે. અનલોક-૧ના ભાગરૃપે આપવામાં આવેલી છુટછાટ દરમિયાન લોકો દ્વારા સાવચેતી રાખવામાં આવતી ન હોવાથી તેમજ તંત્ર દ્વારા પણ અમલવારી કરવામાં આવતી ન હોવાથી કચ્છમાં પણ ઝડપભેર કેસો આગળ વાધી રહ્યા છે. કચ્છમાં કોરોનાની સિૃથતી હદ વટાવી રહી હોવાથી ચિંતાજનક પરિણામ આવે તેમ છે. છેલ્લા કેટલાક સમયાથી બીએસએફ અને આર્મીના જવાનો પણ ભોગ બની રહ્યા છે.
કચ્છના તમામ તાલુકાઓમાં કોરોનાના પોઝીટીવ કેસો નોંધાઈ ચુકયા છે. હવે દિવસેને દિવસે કન્ટેન્ટમેન્ટ ઝોન વાધી રહ્યા છે. કેસો વાધતા હોવા છતા જિલ્લાના આરોગ્ય તંત્ર દ્વારા ગંભીરતા દાખવવામાં આવતી ન હોવાથી હવે લોકોએ સ્વંય શિસ્તમાં રહેવુ પડશે. લોકોએ જાગૃતતા દાખવવી જોઈએ પરંતુ બીજીતરફ છુટછાટનો દુરૃપયોગ થતો હોય તેમ બજારમાં સોશ્યિલ ડિસ્ટન્સ જળવાતુ નાથી. લોકો મોઢે માસ્ક પહેરતા નાથી. જિલ્લાના આરોગ્ય તંત્ર દ્વારા મોનીટરીંગ કરવામાં આવતુ ન હોવાથી આવા વિવિાધ કારણોસર કચ્છમાં પણ કોરોનાના કેસો ઝડપભેર વાધી રહ્યા છે.છેલ્લા કેટલાક દિવસોથી વતનમાંથી પરત ફરતા બીએસએફ અને આર્મીના જવાનો પણ ભોગ બનતા હોવાથી ચિંતાજનક પરિસિૃથતીનું નિર્માણ થયુ છે. લોકો પણ આ કોરોનાની મહામારીને નહિં સમજે ત્યાં સુાધી કોરોનાને નાથવો અશકય છે. કચ્છમાં અત્યાર સુાધી ૧૪૩ પોઝીટીવ કેસો નોંધાયા છે. જયારે ૯૮ લોકો સાજા થયા છે. અને ગાયનેક સહિતના કારણોને લઈને સાત લોકોના મોત થયા છે. લોકડાઉનના પ્રારંભના બે માસમાં કચ્છમાં કોરોનાના નહીંવત જેવા કેસો હતા પરંતુ, મુંબઈાથી કચ્છમાં આગમન થયા બાદ કેસો વાધવા માંડયા અને છુટછાટ બાદ જુન માસમાં તો કોરોનાના કેસો ઝડપભેર આગળ વાધી રહ્યા છે.


