ભુજ,02 જુન 2020 મંગળવાર
કચ્છમાં આવતા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ કે જેઓ ડોમેસ્ટીક ફલાઇટથી આવતા હોય અથવા રસ્તા, રેલમાર્ગે આવતા હોય અને અગાઉ ભારતમાં કવોરન્ટાઇન થયા ન હોય તેવા પ્રવાસીઓને ફરજીયાત 10 દિવસ સંસ્થાકીય કવોરન્ટાઇન અને 4 દિવસ હોમ કવોરન્ટાઇન થવાનું રહેશે . આ અંગે જે તે સંસ્થાના દર અને ધારા-ધોરણ લાગુ પડશે.
આ અંગે કચ્છ કલેકટર દ્વારા બહાર પાડેલા જાહેરનામા મુજબ અન્ય દેશમાંથી આવનાર વ્યક્તિઓને સરકાર દ્વારા નક્કી કરાયેલી જગ્યા પર ફરજિયાત 10 દિવસ રહેવું પડશે. જેમાં સરકાર વ્યક્તિઓને હોટેલમાં ક્વોરન્ટાઈન થવાનો વિકલ્પ પણ આપે છે જ્યાં વ્યક્તિ પોતાના ખર્ચે ત્યાં રહી શકે છે. પરંતુ હોટલ સરકારે નક્કી કરેલી હોટલ પૈકી જ રહેશે. તે સિવાય અન્ય સરકારી હોસ્ટેલ તથા ધર્મશાળાઓમાં પણ રહેવાના વિકલ્પ અપાયા છે. જ્યાં જે તે સંસ્થાના ધારાધોરણ મુજબ ખર્ચ આપીને રહેવાનું રહેશે. પરંતુ તેમાં નીચે જણાવેલા વ્યકિતઓએ અપવાદ તરીકે સંસ્થાકીય કવોરન્ટાઇનમાંથી મુકિત આપવામાં આવી છે. આવા લોકો 14 દિવસ હોમ કવોરન્ટાઇન થઈ શકશે . જેમાં માનવીય તકલીફ ધરાવતી વ્યકિત , સગર્ભા મહિલા, કુટુંબના સભ્યનું મૃત્યુ,
ગંભીર બીમારી, 10 વરસથી ઓછી ઉંમરનું બાળક અને તેની સાથેના તેના માતા-પિતા, 60 વર્ષથી વધુ ઉંમરની વ્યકિત (સીનીયર સીટીઝન)ને મુક્તિ આપવામાં આવશે. અન્ય રાજયમાંથી રાબેતા મુજબ શરૂ થતી પેસેન્જર રેલ, રસ્તા, હવાઇ માર્ગે કચ્છ જિલ્લામાં રહેણાંકના હેતુસર આવતા લોકોએ તેઓ આગમન અંગેની જાણ તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રને કરવાની રહેશે .અન્ય રાજયોમાંથી ઔધોગિક એકમોમાં આવતા શ્રમિકોએ જે તે એકમના પ્રિમાસઇસીસમાં કવોરન્ટાઇન અંગેની વ્યવસ્થા કરવાની રહેશે. અન્ય રાજયોમાં ફસાયેલ ગુજરાતી પ્રવાસીઓ, વિધાર્થીઓ, શ્રમિકો રેલવે દ્વારા શ્રમિક સ્પેશિયલ ટ્રેનથી અત્રેના જિલ્લામાં આવે ત્યારે ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના પરિપત્ર મુજબ ફરજીયાતપણે 3 દિવસ સંસ્થાકીય કવોરન્ટાઇન તથા 11 દિવસ હોમ કવોરન્ટાઇન થવાનું રહેશે તેવું જિલ્લા કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જણાવાયું છે.
આ લોકોને ક્વોરેન્ટાઈન થવામાંથી અપાઈ મુક્તિ
મેડીકલ સ્ક્રીનીંગ કરાવવાનું રહેશે તેમજ તેઓએ દિન-14 માટે હોમ કવોરન્ટાઇન થવાનું રહેશે. જેઓ વ્યવસાયિક હેતુસર/બીઝનેસ ટ્રીપના કારણોસર અત્રેના જિલ્લામાં આવતા હોય અને ટુંકા રોકાણ બાદ પરત જવાના હોય તેઓએ સંસ્થાકીય કે હોમ કવોરન્ટાઇન થવાની જરૂરત રહેશે નહીં, પરંતુ આ અંગે તેઓએ સક્ષમ અધિકારી પાસે તેઓના ટ્રાવેલ પ્રોગ્રામની વિગતો રજુ કરવાની રહેશે. તેઓએ ફરજીયાત પણે મેડીકલ સ્ક્રીનીંગ કરાવવાનું રહેશે. નજીકના સબંધીના મૃત્યુના કારણોસર કે મેડીકલ ઈમરજન્સીના કારણસર આવતા હોઇ અને ટુંકા રોકાણ બાદ પરત જવાના હોઇ, પરંતુ આ અંગેના આધારો ફરજ ઉપર નિયુકત અધિકારી પાસે રજુ કરવાના રહેશે.


