Updated: Mar 11th, 2023
ભુજ,શુક્રવાર
ભુજ શહેરમાં આજે સવારે જી.કે. જનરલ હોસ્પિટલ સામે ફુટપાથ પરના દબાણો પાલિકાએ દુર કર્યા હતા. જેના પગલે ધંધાર્થીઓએ રોષ વ્યકત કરીને રોડ પર બેસી ગયા હતા. ધંધાર્થીઓએ આક્ષેપ કર્યો હતો કે, તેમણે માલ સામાન સલામત રીતે બહાર કાઢવાની પણ તક અપાઈ ન હતી. દબાણ હટાવને પગલે પોતે બેરોજગાર બની ગયા હોવા ઉપરાંત નિયમો વિરૃધૃધ દબાણ હટાવની કામગીરી કરાઈ હોવાના આક્ષેપ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતુ.
જી-૨૦ સમિટ દરમિયાન જી.કે. જનરલ હોસ્પિટલની સામેના ભાગે ફુટપાથના તમામ ધંધાર્થીઓને દુર કરી દબાણ દુર કરાયા હતા. જો કે, ત્યારબાદ ફરી ધંધાર્થીઓ ગોઠવાઈ ગયા હતા. જેાથી, આ જગ્યાએાથી ખસી જવા ત્રીજી માર્ચે શ્રમજીવી ધંધાર્થીઓને નોટીસ પાઠવાઈ હતી ત્યારબાદ આજે દબાણ દુર કરવાની ચીફ ઓફિસર જીગર પટેલના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.
બીજીતરફ આવેદનપત્રમાં ધંધાર્થીઓએ આ દબાણ હટાવને લઈને ચીફ ઓફિસર સામે નિયમો વિરૃધૃધ કાર્યવાહી કરી હોવાથી પગલા ભરવાની માંગ કરી હતી. આવેદનપત્રમાં શેરી ફેરિયા આૃધીનિયમ- ૨૦૧૪ અને ગુજરાત શેરી ફેરિયા સ્કીમ- ૨૦૧૮નું ઉલ્લંઘન કરી ભુજ નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરી હોવાનું જણાવ્યું હતુ. ૨૩ જેટલા ધંધાર્થીઓના અંદાજીત ૧૩૦ જેટલા લોકો બેરોજગાર બન્યા હોવાની રજુઆત કરી હતી.
દબાણ હટાવની આ કામગીરી બળજબરી પૂર્વક કરાઈ હોવાના આક્ષેપ વચ્ચે તમામ ધંધાર્થીઓ જાહેર રસ્તા પર બેસી ગયા હતા. અને પાલિકાના જવાબદારો તેમજ પોલીસ વચ્ચે બોલાચાલી પણ થઈ હતી. ફેરિયાઓએ ઉગ્ર રજુઆત કરતા તેમની અટકાયત કરાઈ હતી. આ સૃથળે ચા નાસ્તો, ઠંડા પીણાની કેબીન લારી ધારકો ધંધો કરી રહ્યા છે. ભુતકાળમાં પણ આ જગ્યાએાથી દબાણો દુર કરાયા છે પરંતુ ફરી એ જ સિૃથતી જોવા મળતી હોય છે. દબાણ હટાવ વચ્ચે રાજકીય સામાજીક આગેવાનો પણ દોડી ગયા હતા.