Get The App

ગૃહ રાજ્યમંત્રીએ કચ્છની સરહદે સૈન્યના જવાનોને દીપાવલીની શુભેચ્છાઓ પાઠવી

સરહદ વિશે માહિતી મેળવી સૈન્યના જવાનો સાથે સંવાદ પણ કર્યો

Updated: Nov 4th, 2021

GS TEAM


Google News
Google News
ગૃહ રાજ્યમંત્રીએ કચ્છની સરહદે સૈન્યના જવાનોને દીપાવલીની શુભેચ્છાઓ પાઠવી 1 - image

ભુજ,બુધવાર

આજરોજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ  કચ્છની સરહદ પર માતૃભૂમિના રક્ષા કરતા બીએસએફના જવાનોને મીઠાઈ આપી દીપાવલી પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.

 આપણે સૌ જ્યારે ઘરે તહેવારોનો આનંદ લેતા હોઈએ ત્યારે સૈન્યના જવાનો તેમના પરિવારાથી દૂર સરહદ પર આપણી માતૃભૂમિની રક્ષા કાજે દિન રાત જોયા વિના તૈનાત હોય છે ત્યારે મંત્રીઓ તેમની સાથે આત્મિયતા કેળવીને  દિપાવલી મનાવી રહ્યા છે  જે અન્વયે ગુજરાત ગૃહ રાજ્યમંત્રએ કચ્છની બી.ઓ. પી. ખરદોઇ સરહદ પર ૭૪  બટાલિયનના  બીએસએફ ના જવાનો સાથે જઈ તેમને મીઠાઈ આપી દીપાવલીની શુભેચ્છાઓ પાઠવી હતી અને તેમની સાથે સંવાદ યોજી તેમના ખબર-અંતર પૂછયા હતા. આ તકે ૭૪બટાલિયાન કમાન્ડો અવિનાશજી એ કચ્છની સરહદ વિશે મંત્રીને વિગતે માહિતગાર કર્યા હતા.

Tags :