કચ્છમાં મેઘવિરામ, સચરાચર વરસાદથી નાના-મોટા જળાશયોમાં નવા નીર આવ્યા
- સીમાડામાં આવેલા તળાવો ઓગની ગયા
- લખપતમાં એક ઈંચ, ભુજ, અંજાર, માંડવી, નખત્રાણા સહિતના વિસ્તારોમાં ઝરમરિયા ઝાપટા
ભુજ, બુાધવાર
લો પ્રેશર સિસ્ટમના કારણે કચ્છમાં સચરાસર વરસાદ વરસ્યા બાદ આજે મેઘરાજાએ વિરામ લીધો છે. વરાપ નિકળતા જ ખેડૂતોને પણ હાશકારો થયો છે. બીજી તરફ સારા વરસાદના કારણે જળાશયોમાં નવા નીર આવ્યા છે. મધ્યમ સિચાંઈના ડેમ છલકાયા છે તાથા ધરતીપુત્રોમાં આનંદનું મોજું ફરી વળ્યું છે. છેલ્લા ચાર દિવસાથી મેઘરાજાએ મહેર વરસાવી છે. લખપતમાં દિવસ દરમિયાન એક ઈંચ વરસાદ પડયો હતો. અંજાર, ભુજ, માંડવી, નખત્રાણા, અબડાસા સહિતના વિસ્તારોમાં ઝરમરિયા ઝાપટા વરસ્યા હતા.
જિલ્લામાં ગઈકાલે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા મુંદ્રા, માંડવી, નખત્રાણા સહિતના અન્ય જગ્યાએ ભારે વરસાદ નોંધવા પામ્યો હતો. ગત રાત્રિના દસ વાગ્યા બાદ વરસાદનું જોર ઘટવા પામ્યું છે. લખપતમાં સવારાથી બપોરના બે વાગ્યા સુાધી ૨૩ મિમિ જિલ્લા કંટ્રોલ રૃમમાં નોંધાયો હતો. બાકી ધુપ છાંવની સિૃથતી વચ્ચે અંજાર, ભુજ, માંડવી, નખત્રાણામાં ઝરમરિયા ઝાપટા વરસ્યા હતા.
લખપત તાલુકામાં મેઘરાજાએ મહેર વરસાવતા ગોધાતડ ડેમ ગતરાત્રિના પોણા ત્રણ વાગ્યે ઓવરફલો થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. ડેમ મારફતે ૩૦ થી વધુ ગામોને પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે. ઉપરાંતમાં સાનૃધ્રો અને નરા ડેમમાં વરસાદી પાણી આવ્યા છે. નારાયણ સરોવરમાં ચારાથી પાચ ફુટ નવા નીરની આવક થઈ છે. માતાનામઢના ડેમ, નદી, તળાવોમાં નવા નીર આવ્યા છે. ભાડરા, કોટડા(મઢ), આશાપર, દોલતપર, ભારાપર વિસ્તારમાં વીજાથાંભલા પડી ગયા હતા અને અંધારપટ છવાયો હતો. લોકોને ત્રણ દિવસ ભારે હાલાકી ભોગવવી પડી હતી. દયાપરના તળાવમાં પણ વરસાદી પાણી આવ્યા હતા. નખત્રાણા તાલુકાના કોટડા(જ) ગામે ત્રણ દિવસ દરમ્યાન વરસાદ વરસતા ભોજરાઈ તળાવ ઓગની જતા શાસ્ત્રોક્ત વિિધાથી સરપંચે વાધાવ્યું હતું. ગ્રામજનો ઉપસિૃથત રહ્યા હતા. માથલનું સોતસર તળાવ ઓગની જતા તેને વાધાવાયું હતું. આણંદપર (યક્ષ) ગામની બંને છેવાડે આવેલ પતરાઈ અને આંનદેશ્વર (કઢેરાઈ) બંને તળાવો ઓગનતા સવારે લક્ષ્મીનારાયણ પાટીદાર સમાજના પ્રમુખે શાસ્ત્રોક્ત વિિધાથી વાધાવ્યું હતું. ગ્રામજનો ઉપસિૃથત રહ્યા હતા. આણંદસર(મંજલ) આઝાદ સરોવર તળાવ ઓગની જતા ગામના સરપંચે વાધાવ્યું હતું. આગેવાનો તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા. તળાવના વાધામણા વખતે ૨૫૦ માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું.
માંડવી તાલુકાના ફરાદી ગામે સરો વરસાદ થતા ગામમાં આવેલ તળાવ તાથા ડેમ બંને ઓગની ગયા હતા. ઠાકર મંદિરના પુજારી દ્વારા વાધાવવામાં આવ્યું હતું. રાપર તાલુકાના માણબા ગામના તળાવમાં વરસેલા વરસાદના કારણે પાંચ મહિના ચાલે તેટલા નવા નીર આવી જતાં ગામના લોકોમાં આનંદની લાગણી ફેલાઈ હતી.