કિલર કોરોના 99 : કચ્છમાં નવા 4 પોઝિટિવ કેસ
- અમદાવાદથી મુંદ્રા આવેલા વૃદ્ધા તથા મુંબઈથી માંડવીના બાગ આવેલા આધેડ મહિલા કોરોના સંક્રમણનો શિકાર
ભુજ, શુક્રવાર
કચ્છમાં કિલર કોરોના સદી ફટકારવાની અણીએ આવીને ઉભો છે. આજના ચાર કેસ નોંધાયા બાદ જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક ૯૯ થઈ ગયો છે. ગાંધીધામની આરતી હોટલના મેનેજર તાથા આસિસ્ટન્ટ મેનેજર, અમદાવાદાથી મુંદ્રા આવેલા વૃધૃધા તાથા મુંબઈાથી માંડવીના બાગ ગામે આવેલા આાધેડ મહિલા કોરોના પોઝિટિવ નોંધાયા હતા.
એક સમયે કોરોના મુક્ત બની ગયેલું કચ્છ આજે ૧૦૦નો આંક પાર કરવાની અણી ઉભું છે. મુંબઈ સહિતના શહેરોમાંથી કચ્છમાં દોડ લગાવનારા વ્યક્તિઓ થકી જિલ્લો દિવસા દિવસ સંક્રમણનો શિકાર બનતો જાય છે. ક્વોરન્ટાઈન થવાના બદલે ખુલ્લેઆમ ફરનારા તત્વોના કારણે હવે ક્ચ્છમાં લોકલ ટ્રાન્સમિશનની ચેઈન શરૃ થઈ છે. જે જિલ્લાના સૃથાનિકો માટે જોખમી પુરવાર થશે તેવી ચિંતા વર્તાઈ રહી છે. આજે કચ્છમાં નવા નોંધાયેલા ચાર કેસ પૈકી બે કેસ લોકલ ટ્રાન્સમીશનના જણાયા છે. ગાંધીધામની ૪૨,સેક્ટર ૯ માં આવેલી આરતી હોટલમાં મુંબઈાથી ડયુટી જોઈન્ટ કરવા આવેલા બે શીપ ક્રુ મેમ્બર ઉતર્યા હતા જેઓ બાદમાં કોરોના પોઝિટિવ નીકળતા વહીવટીતંત્રે તેઓને આ જ હોટલમાં ક્વોરન્ટાઈન કરીને સારવાર આપી રહ્યું છે. આ ક્રુ મેમ્બરો ના સંપર્કમાં આવ્યા હોવાથી હોટલના ૪૦ વર્ષીય મેનેજર અખીલેશસિંહ રાજપુત તાથા ૨૬ વર્ષીય આસિસ્ટન્ટ મેનેજર રાહુલસિંહ રાજપુત કોરોનાનો શિકાર બન્યા છે. આ બંનેના સંપર્કમાં આવેલા અન્ય ૧૭ લોકોને હાલે ક્વોરન્ટાઈન કરીને તેઓના ટેસ્ટ કરાશે. છેલ્લા ૧૦ દિવસમાં આ હોટલમાંથી પાંચ કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે ત્રીજા કેસમાં મુંદરાના જાણીતા તબીબના ૮૦ વર્ષીય દાદી થોડા સમય પહેલા અમદાવાદાથી મુંદરા આવ્યા હતા. ૪૬, કમલમ સોસાયટીમાં રહેતા સવિતાબેન શંકરભાઈ પટેલ સેલ્ફ ક્વોરન્ટાઈનમાં હતા. જેઓને બાદમાં તબીયત બગડતા મુંદરાની કોવીડ-૧૯ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં તેઓનો ેટેસ્ટ કરતા પોઝિટિવ આવતા તેના સંપર્કમાં આવેલા પરીવારજનો સહિતને ક્વોરન્ટાઈન કરાશે. ચોથાકેસમાં તા.૨૯મીના મુંબઈાથી ભુજ આવેલી ટ્રેનમાં થાણાથી માંડવીના બાગ આવેલા ૫૦ વર્ષીય જયાબેન જોશી સંક્રમણનો શિકાર બન્યા છે. પ્રાથમ ૩ દિવસ સંસૃથાકીય ક્વોરન્ટાઈનમાં રહ્યા બાદ તેઓ ઘર ક્વોરન્ટાઈનમાં હતા. અચાનક તા.૯ના તેઓની તબીયત બગડતા તેઓ દ્વારા આરોગ્યની હેલ્પલાઈન પર જાણ કરાતા તેઓને ગુંદીયાળી પ્રાથમિક કેન્દ્રમાં સારવાર આપીને ઘેર મોકલી દેવાયા હતા. પરંતુ તા.૧૧ જુનના શ્વાસમાં લેવામાં તકલીફ સહિતની ગંભીર સમસ્યા જણાતા અંતે તેઓને જી.કે. જનરલ ખસેડાયા હતા. જ્યાં સેમ્પલ લેવાતા આજે તેઓનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. આ મહિલા સાથે મુંબઈાથી અન્ય ૬ જણ આવ્યા હતા તેઓને સંસૃથાકીય ક્વોરન્ટાઈન કરાયા છે તેમજ મહિલાના પુત્રમાં પણ કોરોનાના લક્ષણો જણાતા તેઓનો ટેસ્ટ માટે સેમ્પલ લેવાયું છે. ઉપરાંત અન્ય સંપર્કમાં આવેલા લોકોને શોધીને ક્વોરન્ટાઈન કરવાની કામગીરી શરૃ કરાઈ છે. હાલે કચ્છમાં કોરોના સંક્રમણનો ભોગ બનેલા કુલ ૯૯ કેસ નોંધાઈ ચુક્યા છે જ્યારે અત્યારસુાધી ૭૨ લોકો સાજા થઈ ગયા છે. ૭ લોકો મોતને ભેટયા છે તો એક દર્દી ગંભીર છે. હાલે એક્ટિવ કેસની સંખ્યા ૨૦ છે.
કચ્છ જિલ્લામાં ૧૩૧૧ લોકો સંસ્થાકીય ક્વોરન્ટાઈન હેઠળ
કચ્છ જિલ્લામાં અન્ય જિલ્લા કે રાજયમાંથી આવેલા લોકોની કવોરન્ટાઇન અંગેની વિગતોમાં હાલમાં ૧૩૧૧ જેટલા લોકો સંસૃથાકીય તાથા ૬૪૩૪ લોકોને હોમ કવોરન્ટાઇન હેઠળ રાખવામાં આવેલા છે. જયારે પોઝીટીવ દર્દી સાથે સંપર્કમાં આવેલા લોકોની કવોરન્ટાઇન અંગેની વિગતોમાં અત્યાર સુાધી કુલ ૩૯૯ લોકોને સંસૃથાકીય કવોરન્ટાઇન હેઠળ રાખવામાં આવેલા છે. અત્યાર સુાધી ૭૫૯ વ્યકિતઓને હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. કચ્છ જિલ્લાની વિવિાધ કોવીડ હોસ્પિટલમાં હાલ ૨૨ દર્દી એડમીટ છે અને અત્યાર સુાધીમાં કુલ ૨૪૮ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે.
ખોડાસરનો અનુસુચિત જાતિ વાસ માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર થયો
કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ખોડાસર ગામના અનુસુચિત જાતિ વાસને તા.૨૩ સુાધી કોવીડ-૧૯ માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. હાલમાં ભચાઉ તાલુકાના ખોડાસર ગામના અનુસુચિત જાતિ વાસ વિસ્તારમાં કોરોના પોઝીટીવ કેસ પ્રકાશમાં આવતાં, આ વાયરસના સંક્રમણને અટકાવવા લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાંરૃપે આ વિસ્તારમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવેલો છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન તાથા જીવન જરૃરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમડીલીવરીથી તેમના ઘરે પુરી પાડવામાં આવશે. આ જાહેરનામાનો ભંગ કરનાર પર ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ કલમ ૫૧ થી ૫૮ તાથા ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર ઠરશે .