જેસલ-તોરલની સમાધી જોવા આવતા પ્રવાસીઓ માટે રહેવાની સગવડ નથી
- પ્રવાસનની વાતો વચ્ચે અંજારના ઐતિહાસિક સ્થળની ઉપેક્ષા
- સુડી, ચપ્પુ, તલવાર અને કચ્છી પ્રિન્ટના લુંગી-ચાદર જગમશહુર હોવા છતાં આ ઉદ્યોગને વિકસાવવામાં સરકારી તંત્ર નિષ્ફળ

ભુજ,સોમવાર
ઐતિહાસિક અંજાર નગરની ઓળખ જેમની સાથે વણાયેલી છે એવા આસૃથાના પ્રતિક સમા જેસલ-તોરલ સમાધી સંકુલને સરકાર પ્રવાસનાધામ તરીકે વિકસાવે તેમજ તે અંગેની જરુરી સુવિાધા ઉભી કરાય તેમ શહેરીજનો ઈચ્છી રહ્યા છે. વર્તમાન સમયમાં રોજના હજારો પ્રવાસીઓ આવતા હોવા છતા પણ પ્રવાસીઓ રાત્રિ રોકાણ કરી શકે તેવી પ્રાથમિક સુવિાધા નાથી. હજારો પ્રવાસીઓ આવવાના લીધે વાહન પાર્કિંગની અસુવિાધા ઠેરની ઠેર છે.
અંજારમાં જેસલ-તોરલ મંદિર સમાધીએ પ્રતિદિન ૪૦ થી ૫૦ બસો અને અન્ય ખાનગી વાહનો સહિત ૧૦૦૦ જેટલા દર્શનાર્થીઓ દર્શનનો લાભ લે છે.ભુકંપમાં અશંત ધ્વંશ થયેલ સમાધી સંકુલને પુન નવું સ્વરુપ અપાયું છે. પરંતુ બહાર ગામાથી આવતા યાત્રીકો માટે અહીં માત્ર દર્શન સિવાયની અન્ય કોઈ સુવિાધાનો અભાવ હોય નાછુટકે સપરિવાર આવતા લોકો અન્ય જગ્યાએ વિરામ અને જમવાનું પસંદ કરે છે. આ સૃથળને પ્રવાસ નિગમ રસ લઈ યાત્રાધામ તરીકે વિકસાવે તે જરૃરી છે.આ સૃથળને પ્રવાસ નિગમ રસ લઈ યાત્રાધામ તરીકે વિકસાવે તેમજ યાત્રિકો માટે રહેવા-જમવાની સુંદર વ્યવસૃથા ઉભી કરાય તેવી પ્રવાસીઓની માંગ છે. અંજારમાં આવેલ જેસલ તોરલની સમાધીના સૃથળની આસપાસ હાટડીઓનું દબાણ વાધી ગયુ છે.૩૫-૪૦ હાટડીઓના દબાણના લીધે પ્રવાસીઓને વાહન પાર્ક કરવાની જગ્યા મળતી હોતી નાથી.પાણીની સુવિાધા છે પરંતુ જરૃરિયાત કરતા ઓછુ પાણી હોય છે. રહેવાની સગવડને પ્રાથમિકતા આપવી જોઈએે. જેાથી,પ્રવાસીઓની સંખ્યામાં હજુ પણ વાધારો થઈ શકે.
અહીં આવતા પ્રવાસીઓ પૈકી મોટાભાગના ગુજરાત બહારના રાજયોમાંથી આવતા હોઈ અંજારનાં સુપ્રસિદ્ધ સુડી-ચપ્પુ, તલવાર તેમજ કચ્છી પ્રિન્ટના લુંગી, ચાદર વગેરે કપડા સાથે અંજારના પકવાન ખરીદવાનું નાથી ભુલતા ત્યારે આ લોકોની ખરીદી જાહેરાતના વિવિાધ વેપારીઓને પણ સારો લાભ અપાવી શકે તેમ છે. અંજારની ઐતિહાસિક નગર તરીકેની આગવી ઓળખ અને અસ્મિતા જળવાઈ રહી છે. સાથે યાત્રાધામ તરીકે તેનો વિકાસ થઈ શકે તેમ છે ત્યારે પ્રવાસ નિગમ અવશ્ય યોગ્ય કાર્યવાહી કરે તે ઈચ્છનીય છે.

