સુરજબારી તેમજ સામખિયાળીમાં ઝાપટા વરસ્યા : ભચાઉના લખપતમાં કરા પડયા
- નિસર્ગ વાવાઝોડાની અસર તળે કચ્છ સતત બીજા દિવસે પણ ભીંજાયું
ભુજ, ગુરૃવાર
નિસર્ગ વાવાઝોડાની અસર તળે ગઈકાલે કચ્છના વાતાવરણમાં આવેલા પલટા બાદ કચ્છમાં કેટલીક જગ્યાએ હળવો વરસાદ થયા બાદ બીજા દિવસે મેઘરાજાએ ભીજવ્યું હતું. કચ્છના પ્રવેશદ્વાર સુરજબારી, સામખીયાળી સહિતના પંથકમાં પવનના ભારે સુસવાટા સાથે વરસાદના ઝાપટા વરસ્યાહતા. જિલ્લામાથક ભુજમાં ગરમીનો પારો ૪૦ ડિગ્રીની નીચે ઉતરી જતા કાળઝાળ અસહૃ ઉકળાટ અનુભવાયો હતો. ભચાઉના લખપતમાં કરા સાથે મેઘરાજાએ આગમન કર્યું હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. તેમજ સામખિયાળીમાં ભારે પવનાથી ચેકપોસ્ટ પરના મેડીકલ કેમ્પને નુકશાન થયું હતું.
કચ્છના પ્રવેશદ્વાર એવા સુરજબારી ઝાપટું પડયું હતું. બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. સામખિયાળીમાં તેજ ગતિએ પવન ફુંકાતા ચેકપોસ્ટ પર ઉભા કરાયેલા આરોગ્ય વિભાગના મેડીકલ કેમ્પનો મંડપ તુટી પડયો હતો. તેમ છતાં આરોગ્ય વિભાગના કર્મીઓએ પોતાની કામગીરી અવિરત ચાલુ રાખી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ જોરદાર પવન ફુંકાવાના કારણે આડેસર ચેકપોસ્ટ પરના ટેન્ટ ઉડી ગયા હતા. સામખિયાળી, સુરજબારી, આાધોઈ, ધરાણા, સરદારનગર, શીકારપુર સહિતના વિસ્તારોમાં ઝાપટારૃપી વરસાદ પડયો હોવાનું જાણવા મળ્યું છે. વરસાદના ઝાપટાના લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
તેજ પવન-વરસાદમાં કેરી ખરી ૫ડતા ખેડૂતોને વધુ એકવાર નુકશાન
કોરોના મહામારીમાં લોકડાઉન થકી કિસાનોને તેના મહામુલા પાકને વેંચવામાં અનેક મુશ્કેલી પડી છે. તો બીજી તરફ હાલે કેરીની સિઝનમાં નિસર્ગ વાવાઝોડા થકી ગઈકાલે ફુંકાયેલા તેજ પવન અને વરસાદમાં આંબાવાડીઓમાં મોટાપાયે કેરીઓ ખરી પડતા કિસાનો ફરી એકવાર આિાર્થક ફટકો પડશે. આ અંગે કિસાનોએ જણાવ્યું હતું કે, ગત વર્ષાથી લગાવતા એક યા બીજી કુદરતી આફતોવચ્ચે કિસાનો અનેકવાર નુકશાનનો ભોગ બની ચુક્યા છે. અધુરામાં પુરૃ કોરોના મહામારીમાં જે પાક તૈયાર હતા તેને વેંચવામાં ખોટ સહન કરવાનો વારો આવ્યો છે. કેરીની નીકાસ અને બજારભાવ સારા મળ શે તેવી આશા ખેડુતોએ સેવી હતી. જો કે, નિર્સગ વાવાઝોડા થકી બે દિવસાથી ફુંકાતા પવન અને વરસાદમાં સાંખ આવે તે પહેલા જ કાચી કેરીઓ પડી ગઈ છે. માલ તૈયાર થવાના આરે હતો ને કુદરતી આફતે વિનાશ વેરતા લાખોની આવક મેળવવાની આશા રાખનારા ખેડુતોની ચિંતાવાધી ગઈ છે.