અંજારમાં આઠ સહિત કચ્છમાં કોરોનાના વધુ ૧૧ કેસ નોંધાયા
- લોકલ કોમ્યુનિટી ટ્રાન્સમિશનના ૯ કેસ સામે આવતા દોડધામ
- મેઘપર (બોરીચી), વીડી, ગળપાદર, ભચાઉ તથા રાપરમાં એક-એક કેસ
ભુજ, ગુરૃવાર
ક્ચ્છમાં અમદાવાદની જેમ હવે કોરોના મહામારી લોકલ કોમ્યુનિટી ટ્રાન્સમિશનાથી ફેલાતા ચિંતાજનક બાબત બની છે. અત્યારસુાધી મોટાભાગના કેસ અન્ય શહેર કે રાજ્યમાંથી આવતા લોકોના આવતા હતા. પરંતુ છેલ્લા એક સપ્તાહાથી ૯૦ ટકા પોઝિટિવ સૃથાનિક લોકોને ઘરની બહાર નીકળ્યા બાદ કોઈ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યાથી લાગ્યું છે. આમ, કચ્છના લોકોને હવે વધુ સાવાધ થવાની જરૃર છે નહીં તો આવનાર સમયમાં અમદાવાદ જેવી વિસ્ફોટક સિૃથતિ પૈદા થવામાં બે સપ્તાહનો સમય પણ નહી લાગે. આજે જિલ્લામાં ૧૪ નવા કેસ નોંધાયા છે જેમાંથી ૯ કેસ લોકલ કોમ્યુનિટી ટ્રાન્સમિશનના છે. તેમા પણ અંજાર શહેરમાં શહેરમાં સિૃથતી વધુ બદતર બની હોય તેવું ચિત્ર ઉપસ્યું છે.
આ અંગે મળતી માહિતી મુજબ આજે એકલા અંજાર શહેર તાથા મેઘપર બોરીચી તાથા વીડી માંથી ૮ કેસ સામે આવતા લોકોમાં ભારે ભય ઉભો થયો છે. ગંભીર બાબત એ છે કે, ૮ કેસમાંથી ૭ કેસ એવા વ્યક્તિના છે જેઓ ક્યાંય બહાર નાથી ગયા, શહેર કે તેના ગામમાંથી જ તેમને ક્યાંથી ચેપ લાગી ગયો છે. આમ, અંજાર શહેરમાં સાઈલન્ટ કોરોના વાહકો વાધતા લોકોને સંક્રમણાથી બચવા સરકારી ગાઈડલાઈનનું કડક પાલન કરવાનું જરૃરી બન્યું છે. આજે અંજારના સત્યનારાયણ નગરના ૩૦ વર્ષના મીતાબેન જોશી, ૩૪ વર્ષના હરસિધૃધ જસંવત પંડયા, જેસિસ નગરના ૭૦ વર્ષના લીલાવંતી રમણીકલાલ, ૩૮ વર્ષના વિક્રમ દોશી, ૪૮ વર્ષના કલ્પનાબેન વોરા, મેઘપરના શિવાધામ નગરના ૪૨ વર્ષના પ્રવિણ કુમાર, વિડીના ૪૬ વર્ષના કેશવજી સોરઠીયાનો રીપોર્ટ પોઝિટીવ આવ્યો હતો . આ તમામ કોઈપણ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા નાથી જ્યારે ભાગેશ્રી ટાઉનશીપના ૨૪ વર્ષના અજુંલા ગોખલેને કોરોનાગ્રસ્ત દર્દીના સંપર્કમાં આવ્યાથી સંક્રમણ થયું છે. જ્યારે ગાંધીધામના ગળપાદરના ભવાની નગરમાં રહેતા ૪૮ વર્ષના ભંવરસિંહ ચારણ, ભચાઉના ૪૩ વર્ષના કમલાબેન દરજી કોઈપણ ટ્રાવેલ હિસ્ટ્રી ન ધરાવતા હોવાછતાં તેઓ શિકાર બન્યા છે. જ્યારે રાપરના ૬૫ વર્ષના અમૃતલાલ મહેતાને કોરોનાદર્દીના સંપર્કમાં આવ્યાથી ચેપ લાગ્યો છે.આમ, કચ્છમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૨૮૮ થઈ છે. બીજીતરફ રાપર,મેઘપર, નાની ખાખર, સાંઘીપુરમ, મોટી બેર, પત્રી તાથા મુંદરાના કુલ ૧૪ દર્દીઓ સાજા થતા તેઓને રજા અપાતા સાજા થયેલા દર્દીઓનો આંક ૧૮૪ થયો છે. જ્યારે મરણઆંક ૧૨ પહોંચ્યો છે.
કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં હવે કોરોના વિસ્ફોટ થવાની ભીતિ
એક સમયે સુરક્ષીત ગણાતા છેવાડાના આ કચ્છ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ તીવ્રતાથી ફેલાઈ રહ્યું છે. દરરોજના નોંધાતા પોઝીટીવ કેસને જોતા વર્તમાન સમયમાં કોવિડ-૧૯ કચ્છ માટે જોખમી પુરવાર થઈ રહ્યો છે. અનલોક-૨માં આંતરરાજ્ય છુટછાટ મળતા મુંબઈમાં વસતા મોટી સંખ્યામાં કચ્છવાસીઓ માદરે વતન આવવાની તૈયારી કરી લીધી છે. જો હજારોની સંખ્યામાં મુંબઈવાસીઓ માદરે વતન પહોંચશે તો કચ્છમાં કોરોનાના પોઝીટીવ કેસ ને નિયંત્રણ કરવા મુશ્કેલી સર્જાશે એવી દહેશત સૃથાનિકો વ્યક્ત કરી રહ્યા છે.
અનલોક અમલી થતા રાજ્યના આંતર જિલ્લાઓ નહી પરંતુ આંતર રાજ્ય પબ્લીક ટ્રાન્સપોર્ટેશન માટેના નિયમોમાં છુટછાટ મળતા છેલ્લા કેટલાક દિવસોથી કચ્છમાં પોઝીટીવ કેસોની સંખ્યામાં નોંધપાત્ર વાધારો થવા પામ્યો છે. ચાલુમાસમાં તો મોટાભાગના દિવસો દરમિયાન છાથી વધુ કોરોના પોઝીટીવના કેસો નોંધાઈ રહ્યા છે. હવે માત્ર ટ્રાવેલ હિસ્ટ્રી નહીં પરંતુ લોકલ ટ્રાન્સમિશનાથી પણ લોકો સંક્રમીત બની રહ્યા હોઈ હાલના તબક્કે પરિસિૃથીતી વધુ ગંભીર બની છે. એની વચ્ચે મુંબઈવાસીઓ કચ્છ આવવા તૈયારી પ્રારંભી દીધી છે. ત્યારે કોરોનાના કેસનો આંકડો હજુ વાધશે એવી શંકા વ્યક્ત કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ૨૧ જુલાઈાથી શરૃ થનારા શ્રાવણમાસ દરમિયાન આવતા શ્રવાણી તહેવારો ની ઉજવણી કચ્છમાં જ કરવા મુંબઈગરાઓએ મન મનાવી લીધું છે અને મુંબઈાથી કચ્છ સુાધીની મુસાફરી શાંતિાથી થઈ શકે એવા હેતુ ખાનગી બસોમાં બુકીંગ પણ કરાવી લેવામાં આવ્યું છે. અંદાજીત ૪૦૦૦થી વધુ લોકો તો જુલાઈના અંત સુાધી કચ્છ આવી પહોંચશે. મુંબઈ સહિત મહારાષ્ટ્રાથી આવતા કચ્છીઓમાંથી મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં જશે જેમાં છેવાડાના લખપત તાલુકાના ગામડામાં વસતા મુળ કચ્છીઓ માદરે વતન પહોંચશે તો આગામી દિવસોમાં કચ્છના ગામડામાં કોરોનાના કારણે વિસ્ફોટ સૃથીતી સર્જાય તો નવાઈ નહીં.