નખત્રાણા પંથકમાં 'જેઠીયા મી'ની દસ્તક પવનના સુસવાટા સાથે બે ઈંચ વરસાદ
- અબડાસા અને માંડવી પંથકમાં હળવા વરસાદી ઝાપટા વરસ્યા
- ધસમસતા છેલામાં ફસાયેલા યુવાનને બહાર કાઢવા જતા દિવાલ ધસી પડી અને તેના પર ઉભેલા ત્રણ-ચાર યુવાનો પાણીના પ્રવાહમાં ખાબક્યા, બધાને બચાવી લેવાયા
ભુજ, શનિવાર
નખત્રાણામાં દિવસભરના ઉકળાટ બાદ બપોરે વાતાવરણમાં પલટો આવ્યો હતો. સાંજના ૬ વાગ્યા સુાધી જોરદાર બે ઈંચ વરસાદના કારણે છેલા વહી નીકળ્યા હતા. છેલામાં ફસાયેલા યુવાનને કાઢવા જતાં દિવાલ ઘસી પડતા અન્ય ત્રણ ચાર યુવાનો નાલામાં ખાબક્યા હતા. તમામને લોકો દ્વારા બચાવી લેવાયા હતા. નખત્રાણા, અબડાસા અને માંડવી પંથકમાં હળવા વરસાદી ઝાપટા પડયા હતા. લોકોને બફારામાંથી રાહત મળી હતી. માલાધારીઓ અને ખડૂતોએ આ જેડીયા મી ને શુકનવંતો વરસાદ ગણાવ્યો હતો.
અરબી સમુદ્રમાં અપર એર સાયકલોનીક સર્કયુલેશનની અસરના કારણે હવામાનમાં ફેરફાર આવશે તેમજ કચ્છ સહિત રાજ્યમાં છુટાછવાયા વરસાદની શક્યતા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. નખત્રાણામાં બપોરે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. પવનના સુસવાટા સાથે મેઘરાજાનું આગમન થવા પામ્યું હતું. વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતા ચોમેર પાણીની રેલમછેલ થઈ હતી. વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જેાથી બફારામાંથી રાહત મળી હતી. નગરના તમામ માર્ગો પરાથી પાણી વહી નીકળ્યા હતા. સાંજના ૬ વાગ્યા સુાધી જિલ્લા કંટ્રોલ રૃમ ખાતે ૪૯ એમ.એમ. વરસાદ નોંધાયો હતો. ગામમાંથી પસાર થતા એક નાલામાં ફસાયેલા યુવાનને બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારે નાલા પર બનાવાયેલી દિવાલ ધસી પડતા તેના પર ઉભેલા અન્ય ત્રણ ચાર યુવાનો પણ પાણીના વહેણમાં ખાબક્યા હતા. જોકે આસપાસના લોકોએ તમામને બહાર કાઢી લીધા હતા. નખત્રાણા આસપાસના ગામોમાં વરસાદ પડયો હોવાનું જાણવા મળ્યું છે. નખત્રાણા તાલુકાના કોટડા-જડોદર ગામે ભારે પવન સાથે પગલે તોફાની વરસાદના કારણે કલ્યાપેશ્વર મહાદેવ મંદિરની દિવાલ તુટી પડી હતી. તેમજ ગામના મુખ્ય બજારમાં પાણી ભરાયા હતા. અબડાસા તાલુકાના ભવાનીપર સહિત આસપાસના ગામોમાં વરસાદ વરસ્યો હતો.
આણંદપર(યક્ષ) પંથકમાં અડધોથી પોણો ઇંચ વરસાદ
આજે બપોરના ત્રણ વાગ્યા પછી વરસાદની ઇનિંગ શરૃ કરી હતી.જેમા આણંદપર,સાંયરા,દેવપર,પલીવાડ,મોરગર,વિજપાસર સહિતના ગામડાઓમાં અડાધોથી પોણો ઇંચ વરસાદ પડયો હતો. વિજપાસર અને સુખપર(રોહા)માં પોણો કલાક વરસાદ વરસ્યો હતો. જીયાપરમાં વરસાદ ઝરમર પડયો હતો.મંગવાણા ગામ કરતા વાડી વિસ્તારમાં વરસાદ સારો પડયો હતો અને ખેડુતો રાજીના રેડ થયા હતા. વિાથોણમાં નહીંવત વરસાદ હતો.ના શાંતિભાઈ નાયાણીએ જણાવ્યું હતું કે જેવો જોઈએ એવો વરસાદ નાથી.શેરીઓમાંથી પાણી વહી નીકળ્યા હતા. આણંદપર(યક્ષ)માં પણ સારો એવો વરસાદ પડયો હતો.જયાં વરસાદ સારો પડયો છે એવા ખેતરોમાં પાણી ભરાતા ખુશી જોવા મળી હતી.દાડમના પાક અને કપાસના પાકને પાલર પાણી મળતા પાકને કાચું સોનુ મળ્યુ હતું.તેવું ખેડુતો જણાવી રહ્યા છે.
નખત્રાણા તાલુકાના ગામોમાં ઉકળાટ બાદ વરસાદથી રાહત
નખત્રાણા તાલુકાના નાગલપર, નાના અંગીયા, મોટા અંગીયા,નાના ધાવડા, મોટા ધાવડા, જીંદાય સહિતના આસપાસના વિસ્તારોમાં બપોરે ચાર વાગ્યાના અરસામાં ભારે ગાજ વીજ અને પવન અને ધીમી ધારે વરસાદ શરૃ થયેલ. શરૃઆત માં ફૂંકાયેલા પવન ના કારણે નાના અંગીયા ગામમાં આવેલ ગૌશાળા માં એક વડલાની એક બાજુ ની ડાળ ધરાશાયી થઇ ગઇ હતી અને પવન ના કારણે શેડ પરાથી સિમેન્ટ ના પતરા પણ પવન ના વેગ થી નીકળી ગયા હતા . ચોમાસા ના પ્રાથમ વરસાદ માં પોણો ઇંચ વરસાદ થયો હતો છેલ્લા થોડા દિવસાથી થતાં ઉકળાટ માં રાહત મળી હતી.વરસાદ ના કારણે ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઇ હતી.
નખત્રાણા બસસ્ટેન્ડનો છેલો બેકાંઠે આવતા વાહન વ્યવહાર ખોરવાયો
નખત્રાણામાં યોગ્ય પ્રિમોન્સુન કામગીરીના અભાવે માત્ર એકાદ ઈંચ વરસાદ નથી વરસ્યો ત્યાં જ દુકાનોના પગથિયા સુધી પાણી આવી ગયા હતા. ગટર અને વરસાદી પાણીના વહેણ સફાઈના અભાવે બ્લોક થઈ જતા પાણીને જવાનો માર્ગ મળતો નહોતો. બીજી તરફ પ્રથમ વરસાદે જ બસસ્ટેન્ડનો છેલો બેકાંઠે વહેવા લાગતા થોડા સમય માટે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. ગામમાં ગ્રામ પંચાયત દ્વારા આજ સુધીમાં કોઈ પણ પ્રકારની પ્રિમોન્સુન કામગીરી કરવામાં આવી નથી. જેના કારણે પાણીના નિકાલના તમામ નાળા અને ગટરો ભરાયેલી છે. આગામી દિવસોમાં વધુ વરસાદ થશે તો નખત્રાણામાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાશે. તેવો ભય લોકો વ્યક્ત કરી રહ્યા છે.
ગાંધીગ્રામ ગામે વીજળી પડતા મોત
ગાંધીગ્રામ ગામે સાંજે ૫ વાગ્યે વીજળી પડતા ૪૫ વર્ષિય કાંતિલાલ નારાણ ચૌધરીનું મૃત્યુ થયું હતું. લીમડાના ઝાડ નીચે તેઓ ઉભા હતા ત્યારે ઘટના બની હતી.