સુખપર ગામમાં 44 ડિગ્રી તાપમાન વચ્ચે 141 લોકોએ રક્તદાન કર્યું
- રમજાનમાં મુસ્લિમ બિરાદરો દ્વારા 13500 સીસી રક્તદાન
- ભુજની જનરલ હોસ્પિટલ દ્વારા લોકડાઉન બાદ રક્તદાન કેમ્પના આયોજનો શરૂ કરવામાં આવ્યા
ભુજ, તા. 26 મે 2020, મંગળવાર
ભુજની જનરલ હોસ્પિટલમાં ચાલતી બ્લડબેંક દ્વારા સ્થાનિકે અને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં કુલ ૩૯૩૫૦ સીસી લોહી એક્ત્ર કરવામાં આવ્યું હતું.
લોકડાઉનમાં અનેકવિધ મર્યાદાને કારણે કેમ્પનું આયોજન થઈ શક્તું નહોતું. પરંતુ હવે મંજુરી મળતા જરૂરી નિયમ પાલન સાથે રક્તદાનની કામગીરી શરૂ કરાઈ છે. જેમાં દર્દીઓના હિતમાં તંત્ર પાસેથી મંજુરી માંગીને ભુજ તાલુકાના સુખપર ગામે સમાજવાડી ખાતે પ્રથમ રક્તદાન કેમ્પ યોજાયો હતો. જેમાં ૪૪ ડિગ્રી તાપમાન વચ્ચે ૧૪૧ ડોનરોએ બ્લડ ડોનેટ કર્યું હતું.
સુખપરના નરનારાયણ સ્વામિનારાયણ મંદિર સાથે સંકલન કરી તેમજ લક્ષ્મણસ્વરૂપ સ્વામીની પ્રેરણાથી રક્તદાન કેમ્પ યોજાયો હતોે. જેમાં ૩૯૩૫૦ શીશી રક્ત એકત્રીત કરાયું હતું. ઉપરાંત રમજાન માસ દરમિયાન મુસ્લિમ ભાઈઓએ હોસ્પિટલમાં ૧૩૫૦૦ સીસી રક્તનું દાન કર્યું હતું.