Get The App

મુંદ્રા તાલુકામાં બે વરસથી કિસાનોને મગફળીનો પાકવિમો ચુકવવાનો બાકી

- અનેક રજુઆતો છતાં કંપની દ્વારા પાકવિમાની રકમ અપાતી નથી

- ગત વર્ષના કપાસ-એરંડાના વિમાની રકમ પણ ન અપાતા ખેડુતોમાં રોષ

Updated: May 16th, 2020

GS TEAM

Google News
Google News
મુંદ્રા તાલુકામાં બે વરસથી કિસાનોને મગફળીનો પાકવિમો ચુકવવાનો બાકી 1 - image

મુંદ્રા ,તા. ૧૫

કોરોના મહામારીમાં કિસાનોની કમર ભાંગી ગઈ છે બીજીતરફ તૈયાર પાક ખરીદવા કોઈ તૈયાર ન હોતા ખેડુતોને રોવાનો વારો આવ્યો છે. કુદરતી માર તો સતત પડી રહ્યો છે. પરંતુ ગત વર્ષોના વિમાનું ચુકવણું ન કરાતા ખેડુતોમાં નારાજગી ફેલાઈ છે.

મળતી માહિતી મુજબ એક બાજુ મહામારીમાં કિસાનોને પોતાના પાકના બજારમાં ભાવ નાથી મળી રહ્યા ત્યારે અગાઉના વર્ષના પાકવિમાની રકમનું ચુકવણું ન થતા ડબલ માર પડી રહ્યો છે.  ટેકાના ભાવાથી કપાસની ખરીદીન કરાતા પણ ભુતકાળમાં રોષ ફેલાયો હતો. ૨૦૧૮- ૨૦૧૯ની મગફળીનું વિમાનું ચુકવણું જિલ્લામાં મોટાભાગેે બાધે થઈ ચુક્યું છે ત્યારેે મુંદરા તાલુકાના કિસાનોને શામાટે ચુકવાયું નાથી તે સવાલ ઉભો થયો છે. આ ઉપરાંત વર્ષ ૨૦૧૯ના કપાસ અને એરંડાના વિમાની રકમ પણ ચુકવાઈ નાથી. મુંદરા તાલુકા કિસાન સંઘના પ્રમુખ નારણભાઈ આહીરે રોષ સાથે જણાવ્યું હતું કે, તાલુકાના ખેડુતોને ૨૦૧૮ના મગફળીના વિમાપેટે અંદાજીત  ૭૦ લાખની રકમ અપાઈ નાથી. જેના કારણે કિસાનોને આિાર્થક નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે. ખેડુતો માટે હાલના સંજોગો ને નજરમાં રાખીને  મગફળી તાથા ૨૦૧૯ના કપાસ- એરંડાના ચુકવણા ત્વરાએ  કરાય તે જરૃરી છે. ઉપરાંત ખેડુતોને યોગ્ય વળતર મળી રહે તે માટે સરકારે ટેકાના ભાવાથી ખરીદીનુ ં વ્યવસૃથાપન કરવું જોઈએ. ઉલ્લેખીનય છે કે, કિસાનોને વિમા ન ચુકવવા માટે  વિમા કંપનીઓ સરકાર પર દોષનો ટોપલો મુકી રહી છે. સરકાર તરફાથી કંપનીઓને વિમા પ્રિમિયમ પેટે રકમ અપાઈ ન હોવાથી તેઓ કિસાનોને રકમ આપી શકતા નાથી. 

Tags :