કચ્છમાં માતા બાદ પુત્રને પણ કોરોના ભરખી ગયો : વધારે બે પોઝિટિવ કેસ
- કુલ પોઝિટિવ વ્યક્તિનો આંક ૯૦ સુધી પહોંચ્યો : એક દર્દીને અપાઈ રજા
- બીએસએફ જવાન તથા ગાંધીધામ આવેલો મુંબઈનો એક શીપ ક્રુ મેમ્બર કોરોના વાયરસનો ભોગ બન્યા, જિલ્લામાં ૭૦ લોકો સાજા થઈ ગયા
ભુજ, સોમવાર
કચ્છ જિલ્લામાં કોરોના સંક્રમણના કારણે મોતનો ગ્રાફ દિવસેને દિવસે વાધી રહ્યો છે. ગઈકાલે મુંબઈાથી માંડવી તાલુકાના મદનપુરાના ગામ આવેલા વૃધૃધાનું મોત નીપજ્યા બાદ આજે તેના આાધેડ પુત્રે પણ દમ તોડી દેતા પરિવાર શોકમગ્ન બન્યો હતો. તો બીજીતરફ નવા બે પોઝીટીવ કેસ નોંધાતા તંત્ર દોડતું થયું હતું.કચ્છમાં અત્યારસુાધી સામાન્ય જનમાં કોરોના સંક્રમણ જોવા મળ્યું હતું. પરંતુ બે દિવસ પુર્વે બીએસએફમાં કોરોનાએ પગપેસારો કરતા ૫ જવાન કોરોના પોઝીટીવ નીકળ્યા હતા. જેમાં આજે વધુ એકનો ઉમેરો થતા સતત ૬ ઠ્ઠો જવાન કોરોના પોઝીટીવ નીકળ્યો હતો. ૪૦ વર્ષીય ખેમચંદ નામનો જવાન પોતાના વતનાથી ભુજ બીએસએફમાં પોતાની ડયુટી જોઈન કરવા આવ્યો હતો. જેને બીએસએફ દ્વારા ક્વોરન્ટાઈન કરાયો હતો જેનો ટેસ્ટે આજે પોઝીટીવ આવ્યો હતો. બીજીતરફ મુંબઈના ૪૨ વર્ષીય ક્રિષ્ના ગોપાલ નામનો ક્રુ મેમ્બર શીપમાં ડયુટી જોઈન કરવા ગાંધીધામ આવ્યો હતોે . ડયુટી પર ચડે તે પહેલા તેનું સેમ્પલ અમદાવાદ ખાતે ખાનગી લેબમાં મોકલાયું હતું જે આજે પોઝીટીવ આવતા તેને પણ સારવાર હેઠળ ખસેડાયો છે. આ ક્રુ મેમ્બર ગાંધીધામની ગોકુલ હોટેલમાં રોકાયો હતો તેાથી તેને ત્યાં જ ક્વોરન્ટાઈનમાં રાખવા નિર્ણય લેવાયો છે. તેના સંપર્કમાં આવેલા હોટલના સ્ટાફને પણ ક્વોરન્ટાઈન કરાશે. તો બીજીતરફ કચ્છમાં મોતનો આંક આજે ૪૯ વર્ષીય પુરૃષના મોત સાથે ૭ થયો છે. મુંબઈાથી માંડવીના મદનપુરા ગામે આવેલા માતા- પુત્ર પૈકી ગઈકાલે ૭૭ વર્ષીય માતાનું મોત થયા બાદ આજે તેના આાધેડવયના પુત્રના શ્વાસ પણ કોરોના સામે ખુટી પડયા હતા. તા.૨૫થી તેઓ સારવાર હેઠળ હતા આજે જેન્તીભાઈ ભાણજીભાઈ પટેલનું અવસાન થયું હતું. આમ, કચ્છમાં કોરોના પોઝિટીવ કેસનો આંક ૯૦ પહોંચ્યો છે. જ્યારે એક્ટીવ કેસ ૧૨ તાથા મોત ૭ થયા છે. જ્યારે આજે હરીયાણાના રહેવાસી ક્રુ મેમ્બર વિશાલ શર્મા સાજા થતા તેઓને રજા અપાતા સાજા થયેલા વ્યક્તિઓનો આંક ૭૦ થયો છે.
કચ્છમાં ૧૩૭૯ લોકો સંસ્થાકીય ક્વોરન્ટાઈનમાં
છેલ્લા ચોવીસ કલાકમાં કુલ ૭૪ શંકાસ્પદ કેસોના ટેસ્ટીંગ કરવામાં આવ્યા હતા. છેલ્લા ચોવીસ કલાકમાં ૨ પોઝીટીવ કેસ નોંધાયેલો છે. ૯ શંકાસ્પદ કેસના રિપોર્ટ આવવાના બાકી છે. કચ્છ જિલ્લામાં અન્ય જિલ્લા કે રાજયમાંથી આવેલા લોકોની કોરેન્ટાઇન અંગેની વિગતોમાં હાલમાં ૧૩૭૯ જેટલા લોકો સંસૃથાકીય કોરોન્ટાઇન હેઠળ છે. હાલમાં ૪૫૫૪ લોકોને હોમ કોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવેલા છે. જયારે પોઝીટીવ દર્દી સાથે સંપર્કમાં આવેલા લોકોની કોરોન્ટાઇન અંગેની વિગતોમાં અત્યાર સુાધી કુલ ૩૮૧ લોકોને સંસૃથાકીય કોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવેલા છે. અત્યાર સુાધી ૭૨૧ વ્યકિતઓને હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે.કચ્છ જિલ્લાની વિવિાધ કોવીડ હોસ્પિટલમાં હાલ ૧૯ દર્દી એડમીટ છે અને ૨૩૧ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે.