હમીરપરમાં પિતા-પુત્ર સહિત પાંચની હત્યા
- લૉકડાઉનના સમયમાં બનેલી હિંસક ઘટનાથી સમગ્ર જિલ્લામાં હાહાકાર
- જમીનનો કબજો ખાલી કરાવવા માટે ગામની સીમમાં બંને તરફ ટ્રેક્ટર ગોઠવી કાર રોકી ર૦થી રપ શખ્સોએ સશસ્ત્ર હુમલો કર્યો તેમજ ફાયરીંગ પણ કરાયું
ભુજ,તા.૯
કચ્છના રાપર તાલુકાના હમીરપર ગામની સીમમાં આજે બપોરના અરસામાં કોલી સમાજના એક જૂાથે રાજપૂત સમાજના જુાથ પર સશસ્ત્ર હુમલો કર્યો હતો. જેમાં પિતા-પુત્ર સહિત ચારની સૃથળ પર કરપીણ હત્યા થઈ હતી, જ્યારે એકને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. આૃથડામણ દરમિયાન હિાથયારોથી હુમલો થવાની સાથે ફાયરીંગ પણ થયું હતું. જમીન અંગેના જુના ઝઘડામાં આ હુમલો કરાયો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. નાનકડા એવા ગામમાં બનેલી આ ઘટનાને લઈને સમગ્ર કચ્છમાં સનસનાટી મચી જવા પામી છે. બનાવને પગલે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટનાસૃથળે દોડી ગયો હતો. તેમજ ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
કચ્છના રાપરના હમીરપર ગામાથી એકાદ કિ.મી. દુર સીમમાં આજે બપોરે દોઢેક વાગ્યાના અરસામાં રાજપુત સમાજના આઠ લોકો કાર મારફતે વાડીએાથી પરત ફરી રહ્યા હતા ત્યારે કોલી સમાજના ર૦થી રપ લોકોનું જુાથ બે ટ્રેક્ટરોમાં ઘટનાસૃથળે પહોંચ્યું હતું તેમજ રસ્તામાં બંને તરફાથી કારને ઘેરીને રાજપુત સમાજના લોકો પર તિક્ષ્ણ હિાથયારો વડે તૂટી પડયા હતા. જેમાં અખા જેસંગ ઉમટ રાજપૂત(ઉ.વ.૩૮), અમરા જેસંગ ઉમટ (ઉ.વ.૩૦), લાલા અખા ઉમટ(ઉ.વ.૧૮), વેલા પાંચા ઉમટ(ઉ.વ.૩૭) અને પેાથા ભવન રાઠોડ(ઉ.વ.૩૭)ના મોત નિપજ્યા હતા. જ્યારે હુમલા સમયે ત્રણ લોકો કારમાંથી નાસી જતા બચી ગયા હતા. બનાવના પગલે આડેસર પીએસઆઈ સહિતનો સ્ટાફ મૃતદેહોને પીએમ માટે પલાંસવા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા હતા.
પુર્વ કચ્છના પોલીસ વડા પરીક્ષીતા રાઠોડના જણાવ્યા પ્રમાણે ઘટનામાં આરોપી ધમાણ કોલી સહિતના શખ્સો દેશી દારૃનો ધંધો કરે છે. ઘટનામાં જુદા જુદા તિક્ષ્ણ હિાથયારોનો ઉપયોગ થયો હતો. તેમજ દેશી તમંચાથી ફાયરીંગ પણ કરવામાં આવ્યું હતું. બનાવમાં બચી ગયેલા રમેશ રાજપૂતની ફરિયાદના આાધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. મોડી સાંજે ઘટનાના કારણ અંગે રેન્જ આઈજી સુભાષ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, જમીનના ઝઘડામાં વ્યક્તિ ધોરણે આ ઘટના ઘટી છે. અખા ઉમટ પાસે હાલ જે જમીનનો કબજો હતો તેના મુળ માલિક ધનજી વગેરે હતા. રાપરના લાલુભા નામના એક વ્યક્તિએ પણ આ જમીન પર પોતાનો દાવો રજુ કરીને અખા સાથે ઝઘડો કર્યો હતો. ત્રણ વર્ષ પહેલા પણ આ જમીન મુદ્દે ઝઘડો થયો હતો. જેમાં ફરિયાદ પણ થયેલી છે. જમીનનો કબજો ખાલી કરાવવા માટે જ આ કૃત્ય આચરવામાં આવ્યું છે.
બીજી તરફ લોકોમાં ચર્ચાતી વાતો મુજબ થોડા સમય પૂર્વે ઝઘડો થયો હતો જેના સમાધાન માટે એક પક્ષ દ્વારા બીજા જુાથના લોકોને બોલાવવામાં આવ્યા હતા અને આ બનાવને અંજામ અપાયો હતો. બપોરે બનેલી આ ઘટના બાદ ગામમાં સન્નાટો પ્રસરી જવા પામ્યો છે. હત્યારાઓને ઝડપી પાડવા માટે જુદી જુદી ટીમો બનાવવામાં આવી છે. એકી સાથે પાંચ પાંચ વ્યક્તિઓના મોતની ઘટનાએ સમગ્ર કચ્છમાં હાહાકાર મચાવી દીધો છે.
હત્યાના બનાવને લઈને પોલીસ સૃથળ પર પહોંચી હતી. સૃથળ પર એફએસએલ, ગંધ પારખુ શ્વાનની ટીમ પહોંચી હતી, સીમ વિસ્તારમાં આસપાસના રહેવાસીઓના નિવેદનો લેવામાં આવ્યા છે તેની સાથે સાથે હત્યામાં ઉપયોગ લેવાયેલા હિાથયારો પણ કબ્જે કરવાની તજવીજ શરૃ કરવામાં આવી છે.
ભૂતકાળમાં પણ સામૂહિક હત્યાકાંડ બની ચૂક્યા છે
કચ્છમાં ભૂતકાળમાં જોવા જઈએ તો સુરબાવાંઢમાં એકીય સાથે નવ વ્યક્તિઓની હત્યાનો બનાવ બનવા પામ્યો હતો. ત્યાર બાદ મુંદરા તાલુકાના છસરા ગામે સામૂહિક હત્યા કાંડની ઘટના બની હતી. જ્યારે આજે એકી સાથે પાંચ વ્યક્તિઓની હત્યા નિપજાવાતા ચકચાર મચી જવા પામી છે. આ હિંસક બનાવને લઈને અનેક સવાલો ઉભા થવા પામ્યા છે. છેલ્લા લાંબા સમયાથી જોવા જઈએ તો વાગડ પંથકમાં કાયદો અને વ્યવસૃથાની પરિસિૃથતિ જાણે કાથળી રહી હોય તેવો તાલ જોવા મળીરહ્યો છે. લોકોના આક્ષેપ મુજબ મારામારી, હત્યા, બળાત્કાર, છેડતી જેવા કિસ્સાઓ બની રહ્યા છે. ત્યારે આ વિસ્તારમાં કડક છાપ ધરાવતા અિધકારીની નિમણુંક કરવામાં આવે તે જરૃરી બની રહે છે
મહેસાણા પાસેથી અમુક શખ્સો ઝડપાયા
રાપરના હમીરપરમાં ખેલાયેલ ખૂની ખેલનો બનાવ જૂાથ આૃથડામણ નહીં પણ સુનિયોજીત ઢબે રચાયેલો હત્યાકાંડ છે તેવું તપાસમાં સ્પષ્ટ થયું છે.જમીન વિવાદ મુદ્દે પાંચ વ્યક્તિઓની હત્યા કરવામાં આવી છે. હમીરપર ગામના સીમાડે ખૂનની હોળી ખેલાઈ હતી.જેમાં પાંચ વ્યક્તિઓને મોતને ઘાટ ઉતારી દેવાયા હતા સુનિયોજિત હત્યાકાંડમાં આરોપીઓને પકડવા જુદી જુદી ટિમો બનાવાઈ છે ઘટનાને પગલે ઉચ્ચ અિધકારીઓ સૃથળ પર પહોંચી ગયા હતા. રાત્રીના સમયે પણ ગામમાં અિધકારીઓનો જમાવડો રહ્યો હતો હત્યાકાંડનું ખરું કારણ વિવાદી જમીનનો કબ્જો મેળવવા માટેનો છે. દરમિયાનમાં મળતી વિગતો અનુસાર આ ઘટના સંદર્ભે પોલીસે કેટલાક શખ્સોને મહેસાણા પાસેાથી ઝડપી લીધા હોવાનું જાણવા મળેલ છે. જો કે પોલીસે આ અંગે સત્તાવાર કોઈ ફોડ પાડયો નાથી.
આસપાસના ગામોમાં નાકાબંધી કરાઈ
સમગ્ર ઘટનાને લઈને સૃથળ પર પોલીસે પંચનામુ કર્યું હતું તેમજ જીપ નંબર જી.જે.૧ કે.જી. ૪પ૧૦ કબ્જે કરાઈ છે. બનાવને પગલે ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હમીરપરની સાથે સાથે કુડા, જામપર, કીડીયાનગર, આડેસર, ગાગોદર, પલાંસવા, રાપર સહિતના વિસ્તારોમાં નાકાબંધી ગોઠવી દેવામાં આવી છે.