Get The App

ગાંધીધામ શહેરમાં કારમાંથી બે શખ્સો 36 હુક્કા સાથે ઝડપાયા

- પૂર્વ કચ્છમાં વકરી રહેલું નવા પ્રકારનું દુષણ

Updated: Jul 8th, 2020

GS TEAM

Google News
Google News
ગાંધીધામ શહેરમાં કારમાંથી બે શખ્સો 36 હુક્કા સાથે ઝડપાયા 1 - image


- ચાર કોલ પેકેટ, સિગરેટના ફિલ્ટર પેપર, માટીના કોડિયા સહિત રૂ.૮.૭૬ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરાયો

ભુજ, તા. 7 જુલાઈ 2020, મંગળવાર


પૂર્વ કચ્છ એલસીબીની ટીમે ગાંધીધામ શહેરમાંથી એક કારને રોકીને તલાશી લેતા તેમાંથી ૩૬ જેટલા હુક્કા અને તેને સંલગ્ન સામગ્રી સાથે બે શખ્સોને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી વિગતો મુજબ ગાંધીધામના ટાગોર રોડ પર આવેલ પેટ્રોલ પંપ નજીક પોલીસે કાર નંબર જી.જે.૧ર ડી.એસ.૩૧૯૭ને ચેક કરતા તેમાંથી અલગ અલગ પ્રકારના હુક્કાઓ તેમજ પીવાના ઉપયોગમાં લેવાતી ચીજવસ્તુઓ મળી આવી હતી જેના કોઈપણ જાતના આધાર-પુરાવા મળી ન આવતા એ ડીવીઝન પોલીસે ગાંધીધામના મહેશ નારાણદાસ મગનાણી, વિનોદ ભગવાનદાસ વરલાણી સામે કાર્યવાહી કરી છે. સ્થળ પરથી હુંકા સેટ નં.૩૬, ચાર કોલ પેકેટ   ર૦૪, ફ્લેવરના પેકેટો નં.૮૦૦, માટીના કોડીયા નં.૪૦, સિગરેટના ફિલ્ટર પેપર નં.પપર, ઈલેકટ્રીક સગડી ત્રણ સહિત ૮,૭૬,૦૬૦નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

Tags :