mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

ગળપાદરમાં લગ્નની લાલચ આપી સગીરાનું અપહરણ કરાયું

Updated: May 25th, 2024

ગળપાદરમાં લગ્નની લાલચ આપી સગીરાનું અપહરણ કરાયું 1 - image


મચ્છુનગરમાં સગીરાનું અપહરણ કરાયું

ગાંધીધામ: ગાંધીધામમાં સગીરાનાં અપહરણનાં બે બનાવ સામે આવ્યા હતા. જેમાં ગાંધીધામનાં મચ્છુનગરમાં અને ગળપાદર ગામમાં રહેતી બે સગીરાનું અપહરણ કર્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ હતી.

આ અંગે મળતી માહિતી મુજબ ગાંધીધામનાં મચ્છુનગરમાં રહેતા સગીરાનાં પિતાએ ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદીની ૧૬ વર્ષીય સગીર વયની દિકરીને કોઈ અજાણ્યા ઈસમ લલચાવી ફોસલાવી અને ફરિયાદીનાં કાયદેસરનાં વાલીપણા માંથી તેનું અપહરણ કરી લઈ ગયો હતો. જેથી ફરિયાદીએ આ અંગે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.તો બીજી બાજુ ગાંધીધામનાં જ ગળપાદર ગામમાં સગીરાનાં પિતાએ ફરિયાદ નોંધાવતા જણાવ્યુ હતું કે, આરોપી જયદીપ ચૌહાણ ફરિયાદીની ૧૭ વર્ષીય દિકરીને લગ્ન કરવાની લાલચ આપી તેને લલચાવી અને ફોસલાવીને ફરિયાદીનાં કાયદેસરનાં વાલીપણામાંથી તેનું અપહરણ કરી લઈ ગયો હતો. જેથી સગીરાના પિતાએ આ અંગે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.


Gujarat