ભચાઉ પંથકમાં રણતીડનું વાદળ જેટલું મોટુ ઝુંડ દેખાયું
- પવનની ગતિ સાથે જે તે દિશા તરફ આગળ વધતા ટોળાને લઈને સર્વત્ર ચર્ચા
- હાલ ખેતરોમાં કોઈ પાક ન હોવાથી ખેડૂતોને ખાસ કોઈ નુકસાન થવાની શક્યતા નથી, અગાઉના તીડ ઝાડી-ઝાંખરા ખાઈને જતા રહ્યા હતા
ભચાઉ, તા.પ
ભચાઉ તાલુકાના સુવઈ, રામવાવ અને વજેપર સહિતના ગામોમાં આજે રણતીડનું વાદળ જેટલું મોટુ ઝુંડ દેખાયું હતું. પવનની ગતિ સાથે જે તે દિશામાં આગળ વાધતા આ ટોળા અંગેના મેસેજ સોશિયલ મીડિયામાં વહેતા થતા ખેડૂતોમાં સર્વત્ર તેની ચર્ચા જાગી હતી. જો કે હાલ દેખાતા રણતીડાથી ખેતીવાડીમાં કોઈ નુકસાન થવાની શક્યતા ન હોવાનું ખેતીવાડી વિભાગે જણાવ્યું છે.
દેશના છાથી વધુ રાજ્યોમાં રણતીડના ટોળા ત્રાટકવાની વ્યક્ત કરાયેલી શક્યતાઓ વચ્ચે ભચાઉ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં આજે રણતીડનું એક વિશાળ ટોળુ આકાશમાં ઉડતું દેખાયું હતું. ભારતીય કિસાન સંઘના નામે સોશિયલ મીડિયામાં વહેતા થયેલા એક મેસેજ અનુસાર આ રણતીડનું ટોળુ એક મોટા વાદળ જેવડું છે. તાથા પોતાના ગામની સીમમાં આવું ટોળુ દેખાય તો તરત જ ખેતીવાડી વિભાગને જાણ કરવા અપિલ કરવામાં આવી હતી. ખેતીવાડી વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ હાલ ખેતરોમાં કોઈ પાક નાથી, હજુ ચોમાસુ સિઝનનું વાવેતર પણ બાકી છે. આ સિૃથતિમાં રણતીડના કારણે ખેતીમાં મોઈ મોટુ નુકસાન થાય તેમ નાથી. છેલ્લા એકાદ માસમાં અગાઉ પણ તીડના ટોળા દેખાઈ ચૂક્યા છે. રાપરના ગેડી, બાનીયારી, ભચાઉના ચોબારી સહિતના વિસ્તારોમાં થોડા થોડા તીડ દેખાયા હતા. જે ઝાડી-ઝાંખરા ખાઈને પરત જતા રહ્યા હતા. માટે ખેડૂતોએ ખાસ કોઈ ચિંતા કરવાની જરૃર નાથી.
તપાસ ચાલુ કરાવી છે - ખેતીવાડી અધિકારી
કચ્છ જિલ્લા ખેતીવાડી અિધકારી સિંહોરાએ આ અંગે જણાવ્યું હતું કે, મેસેજ મળતા જ જે તે વિસ્તારના ગ્રામસેવકોને સીમમાં જઈને તપાસ કરીને જાણ કરવા સૂચના આપી દેવામાં આવી છે. હાલ ફક્ત સોશિયલ મીડિયાના માધ્યમાથી મેસેજ મળ્યા છે. આવા મેસેજની સત્યતા ચકાસવી પણ એટલી જ જરૃરી છે.