Get The App

અંજાર- ભચાઉ પંથકમાં તોફાની પવન સાથે માવઠું

- કેસર કેરી સહિતના બાગાયતી પાકોને નુકસાન જતા ખેડૂતોમાં ચિંતા

Updated: May 1st, 2020

GS TEAM

Google News
Google News
અંજાર- ભચાઉ પંથકમાં તોફાની પવન સાથે માવઠું 1 - image

અંજાર, તા.૩૦

સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં બે દિવસાથી માવઠા થઈ રહ્યા છે. તેવી સિૃથતિ વચ્ચે કચ્છના અંજાર અને ભચાઉ પંથકમાં પણ આજે બપોર બાદ વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો તાથા આકાશમાં વાદળો છવાઈ ગયા હતા. જોત જોતામાં કડાકા-ભડાકા અને તેજ પવન સાથે કમોસમી ઝાપટુ પણ વરસ્યું હતું. વાતાવરણની માઠી અસર તળે કેરી સહિતના બાગાયતી પાકોને ભારે નુકસાન પહોંચ્યુ છે.

કચ્છના અંજાર અને ભચાઉ સહિતના વિસ્તારોમાં આજે બપોર પછી વાતાવરણ બદલાયું હતું. છેલ્લા કેટલાક દિવસોથી સૂર્યનારાયણ કાળઝાળ બનીને આકાશમાંથી અગન વર્ષા કરી રહ્યા છે. તેવી સિૃથતિ વચ્ચે આકાશમાં વાદળો છવાઈ ગયા હતા. મળતી વિગતો અનુસાર અંજારના દુાધઈ, રમકડા, બુઢારમોરા, નવાગામ સહિતના વિસ્તારોમાં ઝાપટુ વરસ્યું હતું. જેના પગલે માર્ગો પર પાણી વહેતા થઈ ગયા હતા. ભચાઉ તાલુકાના આમરડી, મોરઝર સહિતના ગામોમાં પણ અસર જોવા મળી હતી. કમોસમી વરસાદની સાથે જાણે કે ચોમાસુ હોય તેવી રીતે આકાશમાં ગાજ-વીજ થઈ હતી. તાથા તોફાની પવન પણ ફૂંકાયો હતો. માવઠા સહિતના વાતાવરણના આ પલટાની અસરના કારણે કેરી સહિતના બાગાયતી પાકોને નુકશાન પહોંચ્યું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. ભારે પવનના લીધે વૃક્ષો પરાથી ફળો ખરી પડયા હતા. એક તરફ લોકડાઉનના કારણે બહાર ફળો મોકલી શકાતા નાથી. તેવામાં હવે વરસાદના કારણે ફળોની ગુણવત્તા પર પણ માઠી અસર પડતા ભાવમાં વાધારે ઘટાડો થવાની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે.

Tags :