ભુજના ગડા પાસે ખાનગી હોસ્પિટલમાં રાતોરાત 'કોવિડ કેર સેન્ટર' ઉભું કરાયું
- આદિપુરની ખાનગી હોસ્પિ.માં લાખોનો ખર્ચ છતાં દર્દીઓ ભુજ રીફર થાય છે!
ભુજ, શુક્રવાર
કચ્છમાં કોરોનાએ વિકરાળ સ્વરૃપ ધારણ કરી લીધું છે. આગામી સમયમાં ઈટલી જેવી સિૃથતિ કચ્છની થાય તેવો ભય એકાએક દોડતા થયેલા તંત્રને જોઈને થયો છે. રોજિંદા કેસમાં આ માસાથી આવેલા બમ્પર ઉછાળા બાદ કેસનો રેશિયો બેાથી ત્રણ ગણો વાધે તેવો અંદેશો છે. ત્યારે ગડા પાસે ખાનગી સંસૃથાની ઈમારતમાં કોવીડ-૧૯ હોસ્પિટલ ઉભી કરાઈ રહી છે. જો કે હોસ્પિટલ બનાવવા ભુજ તાલુકામાં અનેક સરકારી ઈમારત ખાલી હોવાછતાં ખાનગી સંસૃથાને જ શા માટે ફાયદો કરાવાઈ રહ્યો છે? તે પ્રશ્ન પણ ચર્ચાનો બન્યો છે. મળતી માહિતી મુજબ ગડા પાસે વાયબલ હોસ્પિટલને કોવીડ-૧૯ની સ્પેશ્યલાઈઝ હોસ્પિટલ તરીકે ઉભી કરવામાં આવી રહી છે. જેમાં કોવીડના દર્દીઓને સારવાર આપવામાં આવશે. સરકારના નિયમ મુજબ આ હોસ્પિટલ બનાવવામાં લાખોની ગ્રાન્ટ ઉપરાંત કિંમતી સાધનો અને ફર્નિચર તાથા દર્દીની સારવાર માટે સરકારી સ્ટાફ તૈનાત રહેશે. હાલે ડીડીઓ દ્વારા આ હોસ્પિટલમાં ફરજ બજાવવા માટે સરકારી ડોકટર, નર્સીગ સ્ટાફ, ફાર્માસીસ્ટ, એડમિનીસ્ટ્રેટીવ ઓફિસર, લાઈઝનીંગ ઓફીસર સહીતનાને ત્યાં ફરજ બજાવવા આદેશ જારી કરાયા છે. ટુંક સમયમાં વાધતા દર્દીઓને જોતા ત્યાં સારવાર ચાલુ કરવામાં આવશે. જો કે જાગૃતો દ્વારા જિલ્લાના અિધકારીઓની ખાનગી હોસ્પિટલમાં કરાતા લાખોના રોકાણ સામે એક સવાલ ઉઠાવાયો છે. અગાઉ આદિપુરની હરીઓમ હોસ્પિટલને કોવીડ-૧૯ જાહેર કરાયા બાદ ૫૦ લાખની ગ્રાન્ટ, ફર્નીચર તાથા મોંઘા સાધનો ફાળવાયા હતા. આમછતાં હાલે પુર્વ કચ્છના દર્દીઓને ગંભીર હાલતમાં અંતે તો જી.કે. જનરલમાં લઈ આવવામાં આવે છે. જો પુર્વ કચ્છની ખાનગી હોસ્પિટલને સરકારી સ્ટાફ તાથા આટલો ફાયદો કરાવ્યા બાદ પણ દર્દીઓને ભુજની સિવિલ હોસ્પિટલમાં લઈ આવવાની ફરજ પડતી હોય ખાનગી જગ્યાઓમાં રોકાણ કરવાનો શું મતલબ તે સવાલ થયો છે. હાલે આ જ પુનરાવર્તન ભુજ તાલુકામાં ગડા ખાતે ઉભી થનારી હોસ્પિટલમાં થઈ રહ્યું છે ત્યારે લોકોએ સવાલ કર્યો છે કે, સરકાર પાસે ભુજ તાલુકામાં સીએચસી , પીએચસી તાથા અન્ય ખાલી ઈમારતો છે તો ત્યાં કેમ કોવીડ-૧૯ હોસ્પિટલ ઉભી નાથી કરાતી. જો સ્ટાફ પણ સરકારને ફાળવવાનો હોય અને સાધનો તાથા ખર્ચ પણ સરકારનો હોય તો શા માટે ખાનગી સંસૃથાઓમાં રોકાણ કરાય છે . અંતે તો મોતના મુખે પહોંચેલા દર્દીઓને આ ખાનગી દવાખાના જી.કેમાં સારવાર માટે ધકેલીને જવાબદારીમાંથી છટકી જઈ રહ્યા છે.