સમયસર વરસાદ નહીં વરસે તો કચ્છમાં પાણીની મુશ્કેલી સર્જાશે
- પાંચ ડેમોમાં ૧૦ ટકાથી ઓછું પાણી
- મધ્યમકક્ષાના ૨૦ ડેમોમાંથી ૧૫ ડેમોમાં નોંધપાત્ર પાણી છે
ભુજ, શનિવાર
ગુજરાત સાથે કચ્છમાં ઉનાળો જામ્યો છે. ત્યારે તીવ્ર ગરમી વચ્ચે જિલ્લાના મુખ્ય માથક સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં અપુરતું પાણી મળતું હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. ગ્રામ્ય વિસ્તારોમાં ખેતી માટે તો ઠીક પીવાના પાણી માટે લોકોને વલખા મારવા પડે છે. કચ્છના પાંચ જેટલા ડેમોમાં તો ૧૦ ટકાથી પણ ઓછું પાણી બચ્યું છે. અંદાજીત અઢી-ત્રણ માસ માંડ ચાલે એટલું પાણી હોવાનું સિંચાઈના સુત્રો જણાવી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે જિલ્લામાં મધ્યમ કક્ષાના ૨૦ જેટલો ડેમો છે. જેમાં હાલમાં માત્ર ૩૦ ટકા પાણી બચ્યું છે. જોકે કચ્છના કેટલાક વિસ્તારમાં નર્મદાનું પાણી આવે છે પણ હજી અનેક ગામડોઓમાં નર્મદાનું પીવાનું પાણી મળતુ નાથી અને જ્યાં મળે છે ત્યાં માત્ર પીવાના ઉપયોગમાં આવી શકે એટલું જ પાણી મળે છે. જિલ્લાના છેવાડાના લખપત, નખત્રાણા સહિતના તાલુકાઓમાં ખેતીવાડીનું પ્રમાણ તો વાધારે છે જ પણ સાથો-સાથ માલાધારીઓનો પ્રદેશ ગણાતો હોઈ આ વિસ્તારોમાં જન સંખ્યા જેટલી અને ઘણા ગ્રામ્ય વિસ્તારોમાં તો જન સંખ્યાથી પશુ સંખ્યા ડબલ છે. ત્યારે પીવાના પાણીની વધુ જરૃરીયાત રહે છે. આવા સમયે જિલ્લાના મધ્યમકક્ષાના ૨૦ ડેમોમાંથી ૧૫ ડેમો માંજ નોંધપાત્ર પાણીનો જથૃથો છે. બાકીના પાંચ ડેમોમાં તો ૧૦ ટકાથી પણ ઓછું પાણી બચવા પામ્યું છે. ૩૧ ઓગષ્ટ સુાધી ચાલે એટલું પાણી છે. ત્યાં સુાધીમાં જો સમયસર વરસાદ પડી જશે તો મુશ્કેલી સર્જાશે નહિં.