Get The App

કચ્છમાં અસહ્ય ઉકળાટમાંથી લોકોને રાહત ભચાઉ પંથકમાં મોડી રાત્રે વરસાદી ઝાપટા

- ત્રણેક દિવસથી સર્જાયેલા વરસાદી માહોલથી તાપમાન નીચે ઉતર્યું

- કંડલા પોર્ટ ૪૦.ર, કંડલા એરપોર્ટ ૩૯.૯, ભુજમાં ૩૮.ર અને નલિયામાં ૩૬.ર ડિગ્રી તાપમાન નોંધાયું

Updated: Jun 6th, 2020

GS TEAM

Google News
Google News
કચ્છમાં અસહ્ય ઉકળાટમાંથી લોકોને રાહત ભચાઉ પંથકમાં મોડી રાત્રે વરસાદી ઝાપટા 1 - image

ભુજ,શુક્રવાર

નિસર્ગ વાવાઝોડાની અસરના લીધે કચ્છમાં કેટલીક જગ્યાએ બે દિવસ હળવો વરસાદ વરસ્યા બાદ મહત્તમ તાપમાનમાં સામાન્ય ઘટાડો નોંધાતા આકરા તાપમાંથી લોકોને રાહત મળી હતી. પવનની ગતિમાં વાધારો થયો હતો. કંડલા પોર્ટમાં ૪૦.ર ડિગ્રી સાથે રાજ્યનું બીજા નંબરનું ગરમ માથક બન્યું હતું. કંડલા(એરપોર્ટ) કેન્દ્રમાં ૩૯.૯ ડિગ્રી, ભુજમાં ૩૮.ર ડિગ્રી અને નલિયામાં ૩૬.ર ડિગ્રી સે મહત્તમ તાપમાન નોંધાયું હતંુ. રાજ્યના માત્ર બે જ માથકોએ તાપમાનનો પારો ૪૦ ડિગ્રીની ઉપર રહેવા પામ્યો હતો. દરમિયાનમાં આજે મોડી રાત્રે ભચાઉ પંથકમાં પવન સાથે હળવા-ભારે વરસાદી ઝાપટા વરસ્યા હતા.

જેઠ માસ અડાધો વિતી ગયો છે ત્યારે જિલ્લામાં લોકો તાપની સાથે બફારાથી અકળાઈ ઉઠયા છે. કંડલા પોરટમાં તાપમાનનો પારો ૪૦.ર૦ ડિગ્રીના આંકે સિૃથર રહ્યો હતો. કંડલા, ગાંધીધામ, આદિપુર સહિતના વિસ્તારોમાં આકરો તાપ અનુભવાયો હતો. કંડલા (એ) કેન્દ્રમાં મહત્તમ તાપમાન ૩૯.૯ ડિગ્રી નોંધાયું હતું. જે રાજ્યનું ત્રીજા નંબરનું ગરમ થક રહ્યું હતું. ભુજમાં એક ડિગ્રીના ઘટાડા સાથે ૩૮.ર ડિગ્રી નોંધાતા અસહ્ય ગરમીમાંથી આંશિક રાહત મળી હતી. ભેજનું પ્રમાણ સવારે ૮૦ ટકા અને સાંજે ૪પ ટકા નોંધાયું હતું. પવનની ગતિ વાધીને પ્રતિ કલાક સરેરાશ ૯ કિ.મી.ની અને દિશા દક્ષિણ-પશ્ચિમની રહીતી. ભચાઉ તેમજ તાલુકાના ચોબારી સહિતના વિસ્તારોમાં આજે રાત્રે નવેક વાગ્યાના અરસામાં હળવા-ભારે વરસાદી ઝાપટા વરસ્યા હતા. તેમજ તેજ ગતિાથી પવન ફૂંકાયો હતો.

Tags :