આણંદસર(મંજલ)માં બહારથી આવેલા ૮૦ લોકો ક્વોરન્ટાઈન
- ગ્રામ પંચાયત દ્વારા લોકોનું સ્વાગત છે પણ નિયમોનું પાલન ફરજિયાત હોવાની તાકીદ
આણંદપર(યક્ષ), તા.૧૩
અન્ય રાજ્યોમાંથી આવતા લોકોની ધસારો દિવસા દિવસ વાધી રહ્યો છે. નાના એવા આણંદસર(મંજલ)માં બહારાથી આવેલા ૮૦ લોકોને ક્વોરેન્ટાઈન કરાયા હતા. આજે ગામમાં અન્ય રાજ્ય કે જિલ્લામાંથી આવનારા લોકોને હોમ ક્વોરેન્ટાઈન કરાયા હતા. આ સમયે ૧૪ દિવસ સુાધી ઘરની બહાર ન નીકળવા સહિતની માહિતી માનકુવા પીઆઈ, તલાટી તાથા સરપંચે હાજર રહીને આપી હતી. દેશલસર પીએચસી દ્વારા જાત તપાસણી કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં ક્વોરેન્ટાઈન થયેલા લોકોએ પોતાની જવાબદારી સ્વીકારી હતી. સરપંચે જણાવ્યું હતું ેક, ગામમાં ચેન્નાઈ, મહારાષ્ટ્ર,સેવાલીયા, દહેગામ, પુના , બદલાપુર જેવા રાજ્ય અને જિલ્લામાં વસતા ૮૦ લોકો આવ્યા છે અને હજુપણ આવી રહ્યા છે. આ લોકોને પોતાના વતન આવવાનો હક્ક છે પરંતુ ઘડેલા નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.