ભુજ, ગુરૃવાર
કોરોના મહામારી ઓનલાઈન શિક્ષણ ઉપર વધુ ભાર મુકવામાં આવ્યો છે. પરંતુ વાલીઓ માટે વાધારાનું અને ખોટુ આિાર્થક ભારણ બનવાની સિૃથતિ પેદા થઈ છે. બીજી તરફ શાળા સંચાલકોને કોઈ જાતના ખર્ચ વગર ફી ઉઘરાવવાનો પરવાનો મળી ગયો છે.
કોરોના મહામારીના પગલે કચ્છ સહિત સમગ્ર દેશમાં સૌ પ્રાથમ શાળા-કોલેજોને બંધ કરી દેવામાં આવી હતી. કોરોનાના વાધતા કહેર વચ્ચે સમગ્ર દેશમાં લોકડાઉન અમલી કરાયું હતું. જે ૭૫ દિવસ પછીથી ધીમે-ધીમે અનલોડ થઈ રહ્યું છે. ત્યારે હવે નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. હાલની સિૃથતીમાં શાળા-કોલેજો ચાલુ કરી શકાય એવી કોઈ શક્યતા નાથી. શાળામાં અભ્યાસ કરતા નાના બાળકોમાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોતા તેઓ પાસે સોશ્યલ ડિસ્ટન્સ જળવાવવું મુશ્કેલ છે. આવા સમયમાં વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે ઓનલાઈન શિક્ષણ ચાલુ કરવાની પરમિશનના નામે સ્કુલોને ખુલે આમ ફી વસુલવાની છુટ આપી દીધી હોવાનું અમુક જાગૃત વાલીઓ જણાવી રહ્યા છે. વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણના નામે વાલીઓ પર ખોટું ભારણ થઈ ગયું છે. સ્કુલોમાં અભ્યાસ કરવ્યા વિના ફી વસુલી ન શકાય માટે ઓનલાઈન અભ્યાસ કરાવાયાનો સંતોષ લઈ વાલીઓ પાસેાથી ફી વસુલી શકાય. કચ્છની પાંચ ટકા સ્કુલો પાસે પણ ડેટા નહીં હોય કે તેમની શાળામાં અભ્યાસ કરતા કેટલા બાળકોના વાલીઓ પાસે સ્માર્ટ ફોન તેમજ ઈન્ટરનેટ સુવિાધા છે.
જિલ્લાના લાખો વિદ્યાર્થીઓ છે પરંતુ કેટલા પાસે ઈન્ટરનેટ સુવિાધા છે તેનો કોઈ ડેટા નાથી. ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રકચરની અછત વચ્ચે ઓનલાઈન કલાસ અમુક વિદ્યાર્થીઓ માટે ખરાબ સ્વપ્ન સમાન બની શકે છે. શહેર વિસ્તારોમાં ૫૮ ટકા લોકો પાસે ઈન્ટરનેટ સુવિાધા નાથી અને નેટની સુવિાધા છે ત્યાં સ્લો હોવાથી કોઈ આૃર્થ નાથી સરતો તો જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં માંડ ૧૫ ટકા લોકો સુાધી ઈન્ટરનેટ પહોંચી શકાયું છે. શહેરોમાં ૪૨ ટકા ઈન્ટરનેટ છે. કચ્છના અમુક પછાત વિસ્તારોમાં અત્યંત ગરીબ પરીવારોને સ્માર્ટફોન કે કોમ્પ્યુટરનો ખર્ચ પરવડે તેમ નાથી. એવા સમયમાં ઓનલાઈન શિક્ષણના નામે પ્રાઈવેટ શાળાઓને ફી ઉઘરાવવાનો ખુલ્લો દોર મળી ગયો હોવાનો બળાપો વાલીઓ કાઢી રહ્યા છે. જિલ્લાના ઘણા વિસ્તારો એવા છે જ્યાં હજુ ઈન્ટરનેટ સુવિાધા ઉપલબૃધ નાથી. તો ઘણા મા-બાપ પણ એવા છે જેમની પાસે સ્માર્ટ ફોન પણ નાથી. એવામાં બાળકને ઓનલાઈન અભ્યાસ કેમ કરાવવો એ યક્ષ પ્રશ્ન છે.


