પોઝિટિવ આવેલા બાગના મહિલાથી કેટલાય લોકો સંક્રમિત થઈ ગયા હશે!
- કચ્છમાં નિયમોની અમલવારીનો અભાવ હોતા લોકો ભગવાન ભરોસે
માંડવી,તા.૧૨
માંડવી તાલુકાના બાગ ગામે આજે પોઝીટીવ કેસ આવતા સમગ્ર તાલુકામાં ભય ફેલાઈગયો છે. સમગ્ર કચ્છમાં ગાયનેક કારણસર સાથે કુલ અત્યાર સુાધી સાત લોકોના મોત થયા છે. જેમાં, માંડવી તાલુકામાં જ મદનપુરામાં ૨, દરશડીમાં ૧, મઉંમાં-૧ મળી કુલ ચારના મોત થયા હતા.
અનલોક પછી કોરોના સામે પુરાયેલા લોકો બેખોફ થઈ ગયા છે. લોકોમાં માસ્ક વગર ફરી રહ્યા છે. સોશ્યીલ ડિસ્ટન્સનો અભાવ નજરે પડે છે. અનેક વાહન ચાલકો માસ્ક વગર જ ફરતા હોય છે. પેસેન્જર છકડામાં તકેદારીના લીરા ઉડાડીને સવારી કરતા લોકો નજરે પડે છે. સરકારે સુચવેલા પગલાઓને ધોળીને લોકો જાણે પી ગયા હોય તેમ કોઈની પરવા ન હોય તેમ લોકો નીકળી પડે છે.
કોરોના સામે ખરાખરીનો જંગ હવે જ શરૃ થયો છે. લોકડાઉનમાં છુટછાટ જરૃરી છે પરંતુ સરકારે જાહેર કરેલા નિયમોને પણ અનુસરવા જોઈએ. સુરક્ષા વચ્ચે ચેપ ન ફેલાય તેની પણ તકેદારી રાખવી જોઈએ જો કે, એ તકેદારી કોઈ રાખતા નાથી. પોલીસ પણ હવે લોકડાઉનને બાજુએ મુકી પોતાની મૂળ કામગીરીમાં જોતરાઈ ગઈ છે. જેમને કવોરન્ટાઈ કરવામાં આવે છે તેવા લોકો અમલવારી કરે છે કે કેમ? તે પોલીસ હવે જોતી નાથી. બીજીતરફ, કોરોન્ટાઈન કરાય છે પરંતુ, હોમ કવોરન્ટાઈન થયેલ લોકો મોલમાં અને બજારમાં બિંદાસ શોપીંગ કરે છે. તેના ઉપર ધ્યાન આપવામાં આવતુ નાથી. બહાર ગામાથી આવતા કે અણીના કોમ્પલીકેટેડ લાગતા દર્દીઓના ટેસ્ટ કરવાનું શરૃ થાય તો થોડા દિવસો કેસમાં ઉછાળો આવશે. અને પછી શાંતિ થઈ જશે. અનલોકાથી હવે આપણે ભગવાન ભરોસે છીએ. બાગવાળા પોઝીટીવ બહેન પણ અનેક જગ્યાએ ગયાની ચર્ચા છે. તો કવોરન્ટાઈનના નિયમોનું શું?