કચ્છમાં કોરોનાના ચાર નવા કેસ : ૧૧ દર્દીને રજા
- જિલ્લામાં એક્ટીવ કેસની સંખ્યા ૭૪ થઈ, કુલ આંક ૨૩૨
- ગાંધીધામના બે, મુંદ્રા તથા રાપરના એક -એક કેસ
ભુજ, શુક્રવાર
કચ્છમાં કોરોના કેસમાં થતા વાધારા વચ્ચે આજે વધુ ૪ કેસ નોંધાયા હતા જેાથી એક્ટીવ કેસનો આંકડો ૭૪ થઈ ગયો છે. તો કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૨૩૨ થઈ છે. બીજીતરફ ૧૧ દર્દીને રજા અપાતા સાજા થયેલા દર્દીઓનો આંક ૧૪૯ થયો છે.
આ અંગે આરોગ્ય તંત્રના જણાવ્યા મુજબ આજે ગાંધીધામની રેલવે કોલોનીમાં રહેતા અને ધાગ્રંધાથી આવેલા ૪૦ વર્ષના લોકેશકુમાર સીંંગ તાથા જુની સુરદરપુરીના આંબેડકર ફળીયામાં રહેતા ૨૦ વર્ષના રવી ધુવાને કોરોનનો ચેપ લાગ્યો છે. જેમાં રવિની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નાથી. તો મુંદરાના વાર્ધમાનનગરમાં રહેતા ૩૯ વર્ષના નિંકુજકુમાર ઠક્કરને કોઈપણ ટ્રાવેલ હિસ્ટ્રી વગર લોકલાથી ચેપ લાગતા તેના આસપાસના વિસ્તારનો સર્વે તાથા તપાસ આદરાઈ હતી. તો મુંબઈાથી રાપરના ખત્રીવાસમાં આવેલા ૩૮ વર્ષના સુરેશ દરજીને સંક્રમણ જણાતા તેને સારવાર હેઠળ લેવાયા હતા. તો બીજીતરફ ભુજ જી.કેાથી ૧, આદિપુર ઓમ હોસ્પિટલાથી ૨ તેમજ આર્મીના ૮ જવાન સહીત ૧૧ દર્દીઓએ કોરોનાને માત આપતા તેઓને ઘરે રજા અપાઈ હતી.