Get The App

સંસ્થાકીય ક્વોરન્ટાઈનના નિર્ણય બાદ કચ્છ આવતા લોકોની સંખ્યામાં ઘટાડો!

- તંત્રએ નિર્ણય લેવામાં દાખવેલી ઢીલ પ્રજાને ભારે પડશે

- બહારથી કચ્છમાં આવતા અડધો-અડધ લોકો રેડઝોનમાં આવી રહ્યા છે : હજુ કેસોની સંખ્યામાં ચોક્કસપણે વધારો થશે

Updated: May 19th, 2020

GS TEAM

Google News
Google News
સંસ્થાકીય ક્વોરન્ટાઈનના નિર્ણય બાદ કચ્છ આવતા લોકોની સંખ્યામાં ઘટાડો! 1 - image

ભુજ, સોમવાર

મહારાષ્ટ્ર અને વિદેશ સાથે ધનિષ્ઠ રીતે સંકળાયેલા કચ્છમાં અત્યાર સુાધી કોરોનાના કેસ ઓછા હતા. જેને લઈને સબસલામત હોવાનું માનીને તંત્રએ નિર્ણય લેવામાં દાખવેલી ઢીલ હવે પ્રજાને ભારે પડે, તેવી સિૃથતિ પેદા થઈ છે. હજારો લોકો બહારાથી કચ્છમાં ઘુસી આવ્યા બાદ જાગેલા તંત્રએ સાત દિવસના ફરજીયાત સંસૃથાકીય ક્વોરન્ટાઈનનો નિર્ણય લીધો છે. જો કે ત્યા સુાધીમાં બાજી હાથમાંથી સરકી ગઈ હોય તેમ કચ્છમાં ગઈકાલે બહાર આવેલા કોરોનાના કેસ બહારના લોકોના જ હતા! કચ્છમાં અત્યાર સુાધીમાં નોંધાયેલા કુલ કેસમાંથી ૮૦ ટકાથી વધુ કેસ બહારાથી આવેલા લોકોના જ છે.

અત્યારના આફતના સમયમાં લોકો પોતાના વતનમાં આવે તેની સામે કોઈને વાંધો હોઈ શકે નહીં. પરંતુ બેદરકારીના કારણે હજારો લોકોમાં ભયનો માહોલ પેદા થાય અને અનેક લોકોના જીવન દાવ પર મુકાઈ જાય, તે બાબત કેટલી વ્યાજબી છે? કચ્છની સિૃથતિ અંગે જાણકાર સૂત્રોના જણાવ્યા મુજબ કચ્છમાં એક અઠવાડિયા પહેલા સુરજબારી ચેકપોસ્ટ પર વાહનોની લાંબી કતારો હતી. કલાકો સુાધી ઉભા રહ્યા બાદ કચ્છમાં પ્રવેશ મળતો હતો. તંત્ર સામાન્ય ચકાસણી કરીને લોકોને પ્રવેશ આપતું હતું. જેના કારણે મહારાષ્ટ્રના મુંબઈ અને અમદાવાદ જેવા રેડઝોનમાંથી પણ સેંકડો લોકો કચ્છમાં આવી ગયા છે. હવે આવા લોકોના કેસ બહાર આવી રહ્યા છે.

જો કે ગત તા.૧પ ના રોજ કલેક્ટર દ્વારા બહારાથી આવનારા તમામ લોકોને ફરજીયાત સાત દિવસના સંસૃથાકીય ક્વોરન્ટાઈનમાં રાખવાનો આદેશ કર્યો છે. આ આદેશ બાદ આજ સુાધીમાં આશ્ચર્યજનક રીતે કચ્છમાં આવતા લોકોની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે. ક્વોરન્ટાઈન થવાના ભયે આૃથવા તો કોરોનાનો ટેસ્ટ કરાશે તેવા ડરાથી લોકો આવવાનું ટાળી રહ્યા છે. જો કે બહારાથી આવનારા લોકો કચ્છ માટે જોખમી બનશે તેવી અનેક ચેતવણી જાગૃતોએ આપી હતી. પરંતુ કચ્છનું તંત્ર ભરનિંદ્રામાં પોઢેલું રહ્યું હતું. ભુજની તબીબ યુવતિ, બુઢારમોરાના ૬ કેસ, નલિયાનું દંપતિ, માંડવીના કોડાય ગામે દિલ્હીથી આવેલા લોકો વગેરેના કેસ આવી રીતે જ બહારાથી આવ્યા છે. બહારાથી આવતા લોકોને કચ્છમાં પ્રવેશવાની મનાઈ કરવાની વાત નાથી, પરંતુ થોડી જાગૃતિ દાખવીને આ લોકોને દુર અને સલામત રાખી શકાય તેમ હતા. તંત્રએ થોડી ઢીલ દાખવી એટલે બહારાથી આવેલા મોટાભાગના લોકો સંપૂર્ણ બેદરકારીથી વર્તવા માંડયા છે.

આંખની શેહ-શરમ રાખશો તો પરિણામ ભોગવવા તૈયાર રહેજો

કચ્છમાં કોરોનાના ૧૪ કેસ એક સાથે બહાર આવતા જિલ્લાના તમામ ગામના સરપંચો અને તલાટી મંત્રી માટે આ ઘટના ચેતવણી સમાન છે. બહારાથી આવેલા અનેક લોકો ક્વોરન્ટાઈનનો ભંગ કરીને શાકભાજી, દૂાધ, કરિયાણા જેવી વસ્તુઓ લેવાના બહાને ગામમાં આરામાથી લોકોની વચ્ચે ફરી રહ્યા છે. આંખની શેહ-શરમ કે ભલામણાથી ગામના સરપંચો પણ આવા અનેક લોકો સામે આંખ આડા કાન કરી રહ્યા છે. પરંતુ જો આવા લોકોની માહિતી તંત્રને નહીં અપાય તો આખા ગામને ભોગવવાનો વારો આવશે. ગામ અને તાલુકાઓ સીલ થઈ શકે છે. માટે નિયમનો ભંગ કરતા લોકોની વિગતો પોલીસ અને આરોગ્ય વિભાગને આપવી બાધા માટે હિતાવહ છે.

Tags :