કચ્છમાં કોરોનાના વધુ પાંચ કેસ : રાપરના ડોકટર ઝપટે ચડી ગયા
- કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 172 થઈ : એક્ટીવ પોઝિટિવ કેસ 62
- રાપરના ડોકટર સંક્રમિત થતા અનેક દર્દીઓ પર તોળાતું જોખમ, ઓમાનથી આવેલા માધાપરના આધેડ શિકાર
ભુજ, ગુરૃવાર
કચ્છમાં કોરોનાનું સંક્રમણ દિવસે દિવસે વાધતું જઈ રહ્યું છે. આજે વધુ પાંચ કેસ નોંધાતા કચ્છમાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો ૧૭૨ થયો છે. જ્યારે એક્ટિવ કેસ ૬૨ થઈ ગયા છે. આજે રાપરના એક ડોકટર સહિત માધાપરમાં ઓમાનાથી આવેલા આાધેડ , અમદાવાદાથી આવેલી કોઠારા આવેલી મહિલા તાથા પાટણાથી બેલા આવેલા પુરૃષ સહિત કુલ ૫ જણનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
આ અંગે આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ અમદાવાદાથી અબડાસા તાલુકાના કોઠારા આવેલી ૨૭ વર્ષીય રાજુબા અભયસિંહ સોઢા, પાટણાથી રાપરના બેલામાં આવેલા ૨૬ વર્ષીય કૃપાલસિંહ વાઘેલા, ઓમાનાથી માધાપર નવાવાસ આવેલા ૫૪ વર્ષીય કિશોરભાઈ જાદવજી માધાપરીયાનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તો બીજીતરફ કોઈપણ ટ્રાવેલ હિસ્ટ્રી ન ધરાવતા રાપરના ગોસ્વામી હોસ્પિટલના ૪૨ વર્ષીય ડો.દેવેન્દ્રગિરી ગોસ્વામી કોરોના સંક્રમિત જણાતા અનેક દર્દીઓ સુાધી ચેપ ફેલાશે તેવી ભીતી ઉભી થઈ છે. હાલે તેમની હોસ્પિટલને સીલ કરીને તેના સંપર્કમાં આવેલા દર્દીઓને શોધવાની કામગીરી આરંભાઈ છે. તો અન્ય રાપરના બેલાના ૩૧ વર્ષીય ગનુભા વાધેલા જિલ્લા બહાર ગયા ન હોવાછતાં કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. આમ, રાપરમાં લોકલ કોમ્યુનીટી ટ્રાન્સફરના કેસ બહાર આવતા ચિંતાનો વિષય બન્યો છે. આમ, કચ્છમાં અત્યારસુાધી સાજા થયેલા ૧૦૨ કેસ ઉપરાંત ૮ લોકો મોતને ભેટી ચુક્યા છે.
માધાપરમાં આધેડની આસપાસના ઘરોમાં કરાયો સર્વે
આ અંગે મળતી માહિતી મુજબ માધાપર નવાવાસમાં એમ.એસ.વી હાઈસ્કુલ પાછળ સેવક સમાજવાડી પાસે રહેતા ૫૪ વર્ષીય કિશોર માધાપરીયા ૨૦જુનના ઓમાનાથી આવ્યા હતા અને પોતાના ઘરે જ ક્વોરન્ટાઈન થયા હતા. તે દરમિયાન બે દિવસ પુર્વે તેમની તબિયત બગડતા અને શ્વાસમાં લેવા સમસ્યા સર્જાતા તેને લેવા પટેલ હોસ્પિટલમાં સારવાર આૃર્થે ખસેડાયા હતા. જ્યાંથી તેને જી.કેમાં ખસેડાતા જ્યાં તેનું કોરોના ટેસ્ટ કરાયો હતો જે આજે પોઝિટિવ આવતા તંત્ર દોડતું થઈ ગયું હતું. પોઝિટિવ કેસની જાણ થતાં માધાપર સીએચસી સ્ટાફ દ્વારા આાધેડના આસપાસના વિસ્તારમાં સર્વે તાથા પંચાયત દ્વારા સેનીટાઈઝની કામગીરી હાથ ધરાઈ હતી. તેમજ દર્દીના પરીવારના પાંચ સભ્યોને ક્વોરન્ટાઈન કરાયા છે અને તેઓના સેમ્પલ લેવામાં આવશે.