Get The App

કચ્છમાં ખાતર-બિયારણની તંગી, એક એકરમાં પણ નર્મદાનું પાણી મળ્યું નથી

- ખેતીને સમૃદ્ધ બનાવવાના નેતાઓના વાયદા અને વચનો વચ્ચે

- ગત વર્ષની અતિવૃષ્ટિની સહાય પાંચેક હજાર ખેડૂતોને મળી નથી!, નખત્રાણા અને ભચાઉમાં કિસાન સંઘ દ્વારા આવેદન પત્રો પાઠવાયા

Updated: Jul 11th, 2020

GS TEAM

Google News
Google News
કચ્છમાં ખાતર-બિયારણની તંગી, એક એકરમાં પણ નર્મદાનું પાણી મળ્યું નથી 1 - image

નખત્રાણા, ભચાઉ, તા.૧૦

કચ્છમાં વારે-તહેવારે ગાંધીનગરાથી આવતા નેતાઓ ખેતી અને ખેડૂતોને સમૃદ્ધ બનાવવાના વાયદા-વચનો આપે છે. લાખો-કરોડો રૃપિણાની લ્હાણી કરે છે. પરંતુ વરવી વાસ્તવિકતા એવી છે કે, અત્યારે વાવણી સમયે જ કચ્છમાં ખાતર અને બિયારણની તંગી સર્જાઈ છે. બીજી તરફ મોટી મોટી વાતો વચ્ચે આજ સુાધીમાં એક એકરમાં પણ ખેડૂતોને નર્મદાનું પાણી મળ્યું નાથી.

નખત્રાણામાં નાયબ કલેક્ટરને પાઠવેલા આવેદન પત્રમાં ભારતીય કિસાન સંઘે જણાવ્યું છે કે, હાલ ચોમાસુ સિઝનની વાવણી ચાલું છે. તેવા સમયે જ યુરિયા ખાતર અને બિયારણની અછત સર્જાઈ છે. ગામડાઓ સુાધી યુરિયા ખાતરનો જથૃથો પહોંચતો નાથી. સમયસર ખેડૂતોને યુરિયા ખાતર અને બિયારણ નહીં મળે તો કુદરતે સાથ આપ્યો હોવાછતાં ખરીફ પાકમાં નુકસાની સહન કરવાનો વારો આવશે. ત્યારે તાત્કાલિક અસરાથી આ અછત નિવારવા માગણી કરવામાં આવી છે.

ભચાઉ તાલુકા કિસાન સંઘે મામલતદારને પાઠવેલા આવેદન પત્રમાં જણાવ્યું છે કે માંજુવાસાથી ટપ્પર સુાધીની નર્મદા બ્રાન્ચ કેનાલની પાણીની વહન ક્ષમતા ૧૭૮ ક્યુમેક્ષ છે. પરંતુ હાલની સિૃથતિ જોતા કેનાલ આટલું પાણી વહન કરી શકે તેમ લાગતું નાથી. કેનાલના કામમાં આચરાયેલા ભ્રષ્ટાચારની તપાસ માટે સમિતિની રચના કરવામાં આવે તેમજ કામ કરનાર કોન્ટ્રાક્ટર અને જવાબદાર અિધકારીઓ સામે દાખલારૃપ પગલા લેવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે. સરકાર દ્વારા ગત વર્ષે જાહેર કરવામાં આવેલી અતિવૃષ્ટિની સહાય પાંચેક હજાર ખેડૂતોના ખાતામાં જમા થઈ નાથી. ગત વર્ષે કપાસ અને એરંડાના પાકમાં અતિવૃષ્ટિના કારણે વ્યાપક નુકસાન થઈ હોવાછતાં વિમા કંપની દ્વારા આજ સુાધી વળતર ચુકવવામાં આવ્યું નાથી. ત્યારે આ બંને પ્રશ્નો તાત્કાલિક અસરાથી ઉકેલવાની રજૂઆત પણ કરાઈ છે.

Tags :