Get The App

કંડલા સંકુલમાં પાઈપ લાઈનમાંથી ઓઈલ ચોરી થતાં હોનારતની ભીતિ

- હાઈવે પરથી ડિઝલ, માલ સામાનની ચોરી, લૂંટ, અકસ્માત, ટ્રાફિક જામ, મુખ્ય બજારમાં દબાણ જેવા મુદ્દાઓ ચર્ચાયા

Updated: Sep 19th, 2022

GS TEAM

Google News
Google News
કંડલા સંકુલમાં પાઈપ લાઈનમાંથી ઓઈલ ચોરી થતાં હોનારતની ભીતિ 1 - image

ભુજ,રવિવાર

એક તરફ સમુદ્રી સીમાએાથી સંરક્ષણ દળો ડ્રગ્સના મોટા જથૃથા પકડી કાર્યવાહી કરી રહી છે ત્યારે બીજીતરફ દિન પ્રતિદીન વાધતા જતા વ્યાપાર ઉદ્યોગના માલ સામાનનું પરિવહન અને શહેરમાં કે હાઈવે પર વાધતા ટ્રાફિકને કારણે ડીઝલ, માલ સામાનની ચોરી, લૂંટ કે અકસ્માતના બનાવો  વાધવા પામ્યા છે ત્યારે ટ્રેડ એસોસિએશનને કાયદો અને વ્યવસૃથામાં પડતી મુશ્કેલીઓના નિવારણ તેમજ જાગૃતિ લાવવાના હેતુાથી પૂર્વ કચ્છ પોલીસ પ્રશાસન સંકુલના વિવિાધ ટ્રેડ એસોસિએશનો, ઉદ્યોગ વ્યાપાર સાથે જોડાયેલા ગાંધીધામ ચેમ્બરના પ્રતિનિિધઓ સાથેની સંયુકત બેઠક ચેમ્બર ભવન ખાતે યોજાઈ હતી.

ગાંધીધામ ચેમ્બર પ્રમુખ તેજા કાનગડે જણાવ્યુ હતુ કે, પૂર્વ કચ્છ એ ઔદ્યોગિક અને આિાર્થક રીતે રાજયમાં અગ્રેસર રહ્યુ છે. વેપારી સંગઠનો તાથા પોલીસ પ્રશાસન એકબીજાની નજદીક આવી વિના સંકોચ અને નિડરતાથી વ્યાપાર કરી શકે તાથા એક બીજા પ્રત્યેનો વિશ્વાસ સૃથાપિત થાય એ જ ચેમ્બરનો મુખ્ય ઉદ્ેશ્ય રહ્યો છે તેમ જણાવી ચેમ્બર તરફાથી તમામ પ્રકારના સહકારની ખાત્રી ઉચ્ચારી હતી. ટ્રેડ એસોસિએશન દ્વારા સંયુકત રજુઆતમાં ગાંધીધામ, મુંદરા, કંડલા, ઝોન, પોર્ટ સુાધી સામખીયાળી- સુરજબારી સુાધી હાઈવે પર થતી ડીઝલ ચોરી, માલ સામાનની ઉઠાંતરી, ઓનલાઈન છેતરપીંડી, ચીલઝડપ, શહેરમાં તાથા હાઈવે પર થતા દબાણ, રોડ રસ્તાની ખરાબ હાલતને કારણે થતા વાહન અકસ્માત, ટ્રાફીક જામ અને ખાસ તો કંડલા સંકુલમાં પાઈન લાઈનમાંથી થતી ઓઈલ ચોરીના કારણે ભવિષ્યમાં હોનારત સર્જાઈ શકે છે. તે બાબતે મુખ્યત્વે રજુઆત કરાઈ હતી.

પ્રત્યુતરમાં અંજાર ડીવાયએસપી મુકેશ ચૌધરીએ જણાવેલ કે, બંને ત્યાં સુાધી વાહનો હાઈવે પર આડેાધડ પાર્ક ન થાય, કોઈ જાહેર જગ્યાએ ઉભા રહેે. ડીપીએ, ઝોન, નગરપાલિકા સાથે સંયુકત બેઠકો યોજી જાગૃત સંસૃથાના માધ્યમાથી દરેક મહત્વના પોઈન્ટ પર સીસીટીવી કેમેરા કે લાઈટીંગની વ્યવસૃથા ગોઠવાય, રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ ગોઠવીશું પણ લોકો કોઈ પણ જાતના ડર વિના ફરિયાદ માટે આગળ આવે. કલેક્ટરના જાહેરનામાની અમલવારી થાય, લેબર, ડ્રાઈવરનું રજીસ્ટ્રેશન તાથા તેના રેકર્ડની જાળવણી ઉપર ભાર મુકયો હતો. 

આ અંગે ચેમ્બરના મંત્રી મહેશ તિાર્થાણીએ સંકુલમાં નમક, ટીમ્બર, પાઈપ, ખાતર અને અનાજ પેદાશોના પરિવહન સાથે અન્ય ઉદ્યોગો ખીલ્યા હોવાથી તાથા બે મહાબંદરો પૂર્ણ રીતે કાર્યરત હોવાથી ટ્રાફીકનું ભારણ શહેર તાથા હાઈવે પર સતત વાધી રહ્યુ છે. ત્યારે, લોકો અને વ્યાપારીઓએ પણ થોડા સાવચેત થઈ જાગૃતિ કેળવવી જરૃરી છે.

Tags :