For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કચ્છમાં આકરી ગરમીના વધ-ઘટનો દૌર યથાવત : લોકો આકુળ-વ્યાકુળ

- રાજ્યના દસ શહેરોના તાપમાનનો પારો ૪૦ ડિગ્રીને પાર

- ભુજ, કંડલા એરપોર્ટ ૪૦.૨ અને કંડલા પોર્ટમાં ૩૭.૯ અને નલિયામાં ૩૫.૮ ડિગ્રી તા૫માન

Updated: May 15th, 2020

Article Content Imageભુજ, ગુરૃવાર

મે માસનું પ્રાથમ પખવાડિયું પુર્ણ થવાના આરે છે. ત્યારે આકરી ગરમીના વાધ-ઘટનો દોર જારી રહ્યો છે. કંડલા એરપોર્ટ કેન્દ્રમાં ગઈકાલની તુલનાએ બે ડિગ્રી તાપમાનના ઘટાડા સાથે ૪૦.૨ ડિગ્રીના આંકે પારો સિૃથર રહ્યો હતો. કંડલા કોમ્પ્લેક્ષની પ્રજાને આકરા તાપમાંથી આંશિક રાહત મળી હતી. જિલ્લામાથક ભુજમાં મહત્તમ તાપમાન ૪૦.૨ ડિગ્રી નોંધાયું છે. કંડલા પોર્ટમાં ૩૭.૯ ડિગ્રી અને નલિયામાં ૩૫.૮ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજ્યના દસ શહેરોના તાપમાનનો પારો ૪૦ ડિગ્રીના આંકને પાર કરી ગયો હતો.  પવનની ઝડપમાં વાધારો થતાં તાપમાનનો પારો નીચે ઉતરતા અસહૃ તાપમાંથી લોકોને રાહત મળી હતી. કંડલા (એ) માં બે ડિગ્રીના ઘટાડા સાથે ૪૦.૨ ડિગ્રી નોંધાયું હતું. ગઈકાલે કંડલા સંકુલમાં લોકો આકરા તાપાથી આકુળ વ્યાકુળ બની ગયા હતા. ગરમીનો પારો બે ડિગ્રી જેટલો નીચે ઉતરતા લોકોને આકરી ગરમીથી રાહત મળી હતી.  જિલ્લામાથક ભુજમાં મહત્તમ તાપમાન ૪૦.૨ ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે ૭૫ ટકા અને સાંજે ૨૭ ટકા નોંધાયું હતું. પવનની ઝડપ પ્રતિકલાક ૭ કિ.મી.ની અને દિશા દક્ષિણ-પશ્ચિમની રહી હતી. કંડલા પોર્ટમાં ૩૭.૯ ડિગ્રી અને નલિયામાં ૩૫.૮ ડિગ્રી નોંધાયું છે. 

Gujarat