કચ્છમાં તાપમાનનો પારો ફરી વખત ઉંચકાતા આકરી ગરમી
- બફારાએ અકળામણ વધારતા લોકો પરસેવે રેબઝેબ
- કંડલા પોર્ટ ૩૯.૩, ભુજ ૩૮.૬, કંડલા એરપોર્ટ પર ૩૭.૪ અને નલિયામાં ૩૬.૬ ડિગ્રી તાપમાન નોંધાયું
ભુજ, બુાધવાર
કચ્છમાં જેઠ માસમાં મેઘમહેરની શરૃઆત થઈ જતાં ખેડૂતો, પશુપાલકો ખુશખુશાલ બન્યા છે. વિતેલા એક સપ્તાહાથી મેઘકૃપા થયા બાદ જિલ્લામાં ફરી તાપમાનનો પારો ઉંચકાતા આકરી ગરમી અનુભવાઈ હતી. કંડલા પોર્ટમાં મહત્તમ તાપમાન ૩૯.૩ ડિગ્રી સે. નોંધાયું હતું. જે રાજ્યનું બીજા નંબરનું ગરમ માથક બન્યું હતું. તો ભુજમાં દોઢ ડિગ્રીના વાધારા સાથે ૩૮.૬ ડિગ્રીના આંકે સિૃથર રહેતા ત્રીજા નંબરનું ગરમ માથક રહ્યું હતું. કંડલા (એરપોર્ટ) કેન્દ્રમાં ૩૭.૪ ડિગ્રી અને નલિયામાં ૩૬.૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. નિસર્ગ વાવાઝોડાની અસરના ભાગરૃપે પગરણ કરનાર મેઘરાજાએ વીતેલા એક સપ્તાહાથી હેત વરસાવ્યું હતું. ખેડૂતો, પશુપાલકો ખુશખુશાલ થયા છે. ગરમીનો પારો ઉંચકાતા લોકો ત્રસ્ત થયા હતા. કંડલા પોર્ટમાં ૩૯.૩ ડિગ્રી નોંધાયું છે. ભુજમાં ૩૮.૬ ડિગ્રીના આંકે પારો પહોંચ્યો હતો. વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે ૭૯ ટકા અને સાંજે ૪૯ ટકા નોંધાયું હતું. ભેજનું પ્રમાણ ઉંચુ રહેતા વાધતા તાપની સાથે લોકોને બફારાની અનુભુતિ થઈ હતી. પવનની ઝડપ સરેરાશ પ્રતિકલાક ૭ કિમીની અને દિશા પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમની રહી હતી. રાત્રિના તાપમાન જિલ્લામાં ૨૭ થી ૨૯ ડિગ્રી વચ્ચે રહેતા ઉકળાટ અનુભવાયો હતો. બફારાએ અકળામણ વાધારતા લોકો પરસેવે રેબઝેબ થયા હતા.