કચ્છમાં આજે વહેલી સવારે પાંચ વાગ્યે અને રાતે 2 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા
કચ્છ, તા. 20 જૂન 2020 શનિવાર
ગુજરાતમાં ભૂકંપના આચંકા અનુભવાતા કેન્દ્રની ટીમે ધામા નાંખ્યા છે. ત્યારે આજે વહેલી સવારે અને મોડી રાતે ફરીથી ભૂકંપના આચંકા અનુભવાયા હતા. કચ્છ સિસ્મિક ઝોન-5માં આવતો વિસ્તાર હોવાને કારણે ભૂકંપ ફરીથી તારાજી સર્જી શકે છે.
હરિયાણામાં ગુરૂવારે અને શુક્રવારે સતત બે દિવસ ભૂકંપના આંચકા આવ્યા
હરિયાણામાં શુક્રવારે ફરીવાર ભૂકંપના આંચકા આવ્યા હતા. રાજ્યમાં સતત બીજા દિવસે ભૂકંપના આંચકા આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. શુક્રવારે આવેલા ભૂકંપની તીવ્રતા 2.3ની હતી. ભૂકંપનો કેન્દ્ર બિન્દુ 15 કિમી દૂર પૂર્વ-દક્ષિણમાં હતો. અગાઉ ગુરૂવારે પણ રાજ્યમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
શુક્રવારે સવારે 5.34 મિનિટે આંચકો આવ્યો હતો. દિલ્હી,રોહતક અને પાટનગરના અન્ય વિસ્તારમાં આવતા આંચકાથી વિજ્ઞાાનીઓ આશ્ચર્ય અનુભવી રહ્યા હતા. પાછલા કેટલાક દિવસોથી ભુગર્ભમાં ધૃજારી જાણવા મળે છે.
જાણકારો કહે છે કે અફઘાનિસ્તાનના હિન્દુકુશ ક્ષેત્રમાં જમીનની અંદર થતી હિલચાલ અથવા ભૂકંપની સીધી અસર હરિયાણાના રોહતક, દિલ્હી અને પાટનગરના અન્ય વિસ્તારોમાં જોવા મળે છે. શુક્રવારે આવેલા આંચકામાં કોઇ નુકસાનીના સમાચાર મળ્યા નહતા. રોહતક સહિત 12 જિલ્લાઓ ભૂકંપ માટે જોખમી મનાય છે.