કોરોના થયાના મેસેજ વાયરલ કરીને ભુજમાં ધંધાર્થીઓના ધંધા ભાંગવાનો કારસો
- સમયસર માહિતી આપવામાં સરકારી બાબુઓની નિષ્ક્રીય નીતીનું પરીણામ
- ધમધોકાર ધંધો કરનારા ૩ ધંધાર્થીઓને નુકશાન પહોંચાડવા ઈષ્યાળુઓએ કોરોનાને હાથ બનાવ્યો
ભુજ, ગુરૃવાર
કોરોના મહામારીમાં ખોટી અફવા ફેલાવીને લોકોના જીવ ઉંચક કરવા ગુનો છે આમછતાં કેટલાક અસામાજિક તત્વો બાજ આવતા નાથી. ભુજમાં ખાણી-પીણીનો ધમાધોકાર ધંધો કરનારા ૩ ધંધાર્થીઓને કોરોના થયો હોવાના ગઈકાલ રાતાથી મેસેજ વાયરલ થયા બાદ આખા ભુજ તાથા જિલ્લાના લોકોમાં ચિંતાનું મોજું પ્રસરી ગયું હતું.
મળતી માહિતી મુજબ ભુજના બસ સ્ટેશન પાસે ચાની દુકાન ધરાવતો એક ધંધાર્થી, વડાપાંઉનો એક દુકાનદાર તાથા દહીંવડાનું વેંચાણ કરનારને કોરોના થયો હોવાના મેસેજ તા.૨૨ની રાતાથી કોઈ ટીખળ ખોરે સોશ્યિલ મિડીયામાં વાયરલ કર્યા હતા. આ મેસેજ વાયુવેગે આખા ભુજ સહીત કચ્છમાં વાયરલ થઈ ગયો હતો. જેનાથી આ ંધાધાર્થી તાથા તેના પરીવારજનો પર ફોનનો મારો થતા તેઓ માનસિક ત્રાસમાં મુકાયા હતા. બીજીતરફ ચા પીવા તાથા નાસ્તો કરવા આવતા ભુજ તાથા જિલ્લાભરના સેંકડો ગ્રાહકોના પેટમાં ફાળ પડી હતી. આ ત્રણે ધંધાર્થીઓ એવા છે જે પોતાના ખાદ્ય પ્રોડક્ટ માટે જિલ્લાભરમાં પ્રખ્યાત છે જેાથી રોજ ત્યાં કીડીયારાની જેમ ભીડ થતી હોય છે ત્યારે ઈર્ષ્યાથી કોઈએ પ્રેરાઈને ધંધો ભાંગવા કોરોનાને હિાથયાર બનાવ્યું હોય તેવું સામે આવ્યું છે. આ મેસેજ વાયરલ થયા બાદ આ ધંધાર્થીઓનો ધંધો રીતસરનો બેસી જતા આ મુદે ચાના દુકાન સંચાલકે ખોટા મેસેજ ફેલાવનારને શોધીને કાર્યવાહી કરવા પોલીસમાં અરજી દાખલ કરી છે. આ મુદે તેણે જણાવ્યું હતું કે, મને કોરોના થયો હોવાની અફવાથી મારા ૬૦ ટકા ગ્રાહક ભયના માર્યા તુટી ગયા છે. કેટલા લોકોને સ્પષ્ટતા આપવી તે માનસિક ત્રાસ ઉભો થયો છે તો બીજીતરફ અનેક લોકો અફવાને સાચી માનીને આવતા બંધ થઈ ગયા છે. ત્યારે એપેડેમીક એક્ટની કલમ હેઠળ ગુનેગારને શોધીને ફોજદારી કરાય તેવી માંગણી કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, ગઈરાતાથી આ અફવાના મેસેજ ફરતા થયા છે પરંતુ સરકારી અમલદારો દ્વારા લોકોને આ મુદે સાચી માહિતી મળે તે માટે સ્પષ્ટતા આપતા કોઈ મેસેજ અપાયા નાથી. જેના કારણે માત્ર ભુજ નહીં પરંતુ આ દુકાનદારોની મુલાકાત લેનારા આખા કચ્છના લોકોના જીવ ઉંચા થયા હતા. સરકારી બાબુઓ કોરોના આંકડાજાહેર કરવામાં તો અનેક લોલંલોલ કરી રહ્યા છે પરંતુ અફવાને રોકવા પણ નિષ્ક્રીય છે તે સાબિત થયું છે.