ભુજની તબીબ યુવતીને નેગેટીવ જાહેર કરવાના કારસામાં નીચલી કેડરના તબીબો ભોગ બન્યા!
- પ્રથમ બાદ બીજુ સેમ્પલ સાતમાં દિવસે લેવાનું હોય છતાં પાંચમાં દિવસે લેવાયું!
- સેમ્પલ તેમની જાણ બહાર લેવાયા હોવાનું કહીને આરોગ્ય અધિકારી અને સિવિલ સર્જને હાથ ઉંચા કરી લેતા આશ્ચર્ય
ભુજ, સોમવાર
ભુજની પૈસાદાર પરિવારની કોરોનાગ્રસ્ત પુત્રીને કચ્છમાં ઘુસાડવાથી લઈને અનેક બાબતો છુપાવીને પાછળાથી કોરોનાસંક્રમિત જાહેર કરવામાં અનેક લોકોની ભુંડી ભુમિકા છે. રાજકીય ઓાથ તળે આ યુવતી પર રખાતી મહેરબાની ઓછી થવાના બદલે શરમજનક રીતે દિવસે દિવસે વાધી રહી છે. તમામ નિયમો નેવે મુકવામાં આરોગ્ય વિભાગાથી માંડીને હવે જી.કે. જનરલ હોસ્પિટલના સંચાલકોએ પણ કંઈ બાકી રાખ્યું નાથી. પહેલા કોરોના સંક્રમિત જાહેર કરવામાં તોડજોડ કરાઈ, હવે જલ્દી સાજા થઈને ઘરે જવાની યુવતીની ઉતાવળમાં ખુદ જવાબદારો મળી ગયા હોય તેવો તાલ તેને નેગેટીવ જાહેર કરતા થયો છે.
મળતી માહિતી મુજબ નિયમ મુજબ કોઈ વ્યકિતનું રીપોર્ટ પોઝિટિવ જાહેર થાય તે બાદ તેનું બીજું સેમ્પલ સાતમાં દિવસે લેવાતું હોય છે. પરંતુ પહેલાથી નિયમોને નેવે મુકનાર આ યુવતીને પોતાના બંગલે જલ્દી મોકલવાની ઉતાવળ કરાઈ રહી હોય તેમ તેનું સેમ્પલ સાતમાં દિવસના બદલે પાંચમા દિવસે લઈને તેને આરોગ્ય વિભાગે નેગેટીવ જાહેર કરી દિાધી હતી. નવાઈ વચ્ચે આ સેમ્પલ ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં નિયમોને નેવે મુકીને કોના ઈશારે નીચલી પાયરીના તબીબોએ લીધું? તે તપાસનો મુદો બન્યો છે. આ મુદે વિવાદ થતાં કલેકટરે પુછાણું લેતા યુવતીને નેગેટીવ જાહેર કરનારા આરોગ્ય અિધકારી પ્રેમકુમાર કન્નરે સમગ્ર ટોપલો જી.કે. જનરલ હોસ્પિટલ પર ઢોળી દિાધો હતો. હોસ્પિટલના સંચાલકોએ પુછ્યા વગર સેમ્પલ લઈને રીપોર્ટ મોકલાવી દિાધો હોવાનો ખુલાસો કર્યો હતો. તો બીજીતરફ સિવિલ સર્જને ડો.કશ્યપ બુચે પોતે પણ આ બાબતે અજાણ હોવાનું કલેકટરને જણાવ્યુ ંહતું. યુવતીની સારવાર કરતા ડોકટરે તેમને પુછ્યા વગર જાતે જ સેમ્પલ લઈને રીપોર્ટ કર્યો હોવાનું જણાવ્યું હતું. આમ, સમગ્ર મામલામાં સવાલ ખડો થયો છે કે,કોના ઈશારાથી આ તબીબોએ સરકારી ગાઈડલાઈન કોરાણે મુકીને કામગીરી કરી . નીચલી પાયરીના તબીબ પોતાની મરજીથી આ રીતે નિયમોને નેવે મુકવાની હિંમત ન કરી શકે. આ સમગ્ર મામલામાં ઉચ્ચ કક્ષાએાથી થયેલા ઈશારા પર સેમ્પલ લેવાયાની શક્યતા છે. ભાંડો ફુટી જતાં હવે નીચલી કક્ષાના તબીબોને બલીના બકરા બનાવી દેવાયા છે. ઉલ્લેખનીય છે કે, મુંબઈાથી પરમશીન વગર કચ્છમાં ઘુસનાર આ યુવતીના પરીવારની વગ ગાંધીનગરના નતેાઓ સુાધી છે . પહેલા એફઆઈઆર કરવામાં આરોગ્ય વિભાગ આગળ આવ્યું ન હતું જેાથી પોલીસને જાતે ફરીયાદી બનીને સુઓમોટો કરવાની ફરજ પડી હતી. ઉપરાંત નવાઈ વચ્ચે એફઆઈઆરમાં યુવતીને મુંબઈાથી અહીં લાવવાનું ષડયંત્ર કરનારા બિઝનેસમેન પિતા અને રાજકીયવગ ધરાવતા મામાના નામ દાખલ કરાયા નાથી. આટલો વિવાદ ઓછો હોય તેમ સારવાર દરમિયાન પણ ફરી નિયમ ભંગ કરવાની હિંમત કરાઈ છે ત્યારે આ પૈસાદાર પરીવારની પુત્રીને સવલત આપવામાં રાજકીયહાથ સાથે ક્યા સરકારી પ્યાદાઓ સામેલ છે તેની તપાસ કલેકટર કરે તેવી માંગ ઉઠી છે.
યુવતીના કહેવાથી સેમ્પલ લેવાયું - તબીબોનું જુઠ્ઠાણું
યુવતીએ પોતાનું સેમ્પલ તા.૧મેના લેવાયું હોવાથી તેને ૭ દિવસ થઈ ગયાનું કહેતા સેમ્પલ લેવાયા હોવાનું જુઠ્ઠાણું તબીબો ચલાવી રહ્યા છે. જો કે સત્ય એ છે કે, યુવતીના કોરોના પોઝિટિવ રીપોર્ટ મુંબઈની જે હોસ્પિટલ દ્વારા કચ્છ મોકલાયો છે. તેના પર સ્પષ્ટ જે દિવસે સેમ્પલ લેવાયું તેની તારીખ ૩ મે લખેલી છે. અને તેનું રીઝલ્ટ તા.૪ના આવ્યું તે પણ જણાવાયું છે. આમ, નિયમ મુજબ તા.૪થી લઈને સાત દિવસ થાય એટલે તા.૧૧ના તેનું સેમ્પલ લેવાનું હતું. પરંતુ જી.કે.ના તબીબોએ યુવતી તા.૮ના દાખલ થઈને બીજા દિવસે તા.૯ના સેમ્પલ લઈને તેનો પ્રાથમ રિપોર્ટ નેગેટીવ જાહેર કરાવ્યો હતો. આમ યુવતીને ઘરે ભેગી કરવામાં ભુંડી ભુમિકા ભજવવાની સંપુર્ણ કોશિશ કરાઈ હતી.