સીધા ફરજ પર ચડી ગયેલા માંડવીના બે અધિકારીઓને ક્વોરન્ટાઈન કરાયા
- મામલતદાર કચેરીનો સ્ટાફ તથા અરજદારોમાં ભય ફેલાયો હતો
ભુજ, બુાધવાર
કચ્છ બહારાથી આવનારા તમામ લોકોને પ્રાથમ ૧૪ દિવસ ક્વોરેન્ટાઈન રહેવું પડે છે આમછતાં માંડવી તાલુકામાં ફરજ બજાવતા બે સરકારી અિધકારીએ નિયમો નેવે મુકીને સીધું જ કામ શરૃ કરી દેતા સ્ટાફ તાથા અરજદારોમાં ભય ફેલાયો હતો. જોકે, અંતે જાગેલા આરોગ્ય વિભાગે બંને અિધકારીને હોમ ક્વોરોન્ટાઈન કર્યા હતા. મળતી માહિતી મુજબ મામલતદાર કચેરીમાં મહેસુલ વિભાગના નાયબ મામલતદાર રેડ ઝોન એવા ગાંધીનગરાથી આવ્યા બાદ સીધા જ ફરજ પર ચડી ગયા હતા. તો તે જ રીતે પાટણાથી આવેલા સબ રજિસ્ટ્રાર પણ નિયમોનું પાલન કરવાના બદલે સીધા કચેરીમાં નોકરીએ લાગી જતાં સહયોગી સ્ટાફ તાથા કામસર આવતા અરજદારોમાં ભય ફેલાયો હતો. આ બાબતની જાણ થયા બાદ અંતે તાલુકા મેડિકલ ઓફીસરે બંને અિધકારીઓને ૧૪ દિવસ માટે હોમ ક્વોરેન્ટાઈન કર્યા હતા. જેમાં તાલુકાના સબ રજીસ્ટ્રાર માંડવીમાં ઈન્ચાર્જ હોવાથી તેમને માધાપર ખાતે તેના ઘરે ક્વોરેન્ટાઈન કરાયા છે.