For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કચ્છમાં કપાસના એક માત્ર અંજારના ખરીદ કેન્દ્રમાં એક મહિનાનું વેઈટીંગ!

- અધિકારીઓ, દલાલો અને મીલરોની સાંઠ-ગાંઠ દ્વારા ખેડૂતો સાથે છેતરપીંડી

- ગુણવત્તાનું કારણ આપી મોટાભાગના ખેડૂતોનો કપાસ રિજેક્ટ થાય છે : મોંઘા ભાડા ખર્ચીને આવેલા ખેડૂતો સ્થળ પર જ ઓછાભાવે કપાસ વેચવા મજબૂર

Updated: May 12th, 2020

Article Content Imageઅંજાર, તા.૧૧

કચ્છમાં કપાસના ટેકાના ભાવના એકમાત્ર અંજારના ખરીદ કેન્દ્રમાંહાલ એકાદ મહિનાનું વેઈટીંગ હોવાનું કહીને નોંધણી કરી ખેડૂતોને પરત મોકલવામાં આવી રહ્યા છે. ત્યારે કિસાનો ચોમાસુ શરૃ થઈ ગયા બાદ કપાસને કેવી રીતે સાચવવો? તેવી મુંજવણમાં મુકાઈ ગયા છે. બીજી તરફ થઈ રહેલા આક્ષેપો અનુસાર અિધકારીઓ, દલાલો અને મીલરો સાંઠ-ગાંઠ રચી વિવિાધ બહાના આપી ખેડૂતોને ખુલ્લા બજારમાં ઓછાભાવાથી કપાસ વેચવા મજબૂર કરી રહ્યા છે. ત્યારે આ દિશામાં તપાસ કરીને પગલા લઈ ખેડૂતોને ન્યાય અપાવવાની માગણી ઉઠી છે.

કચ્છ જિલ્લામાં અબડાસા, લખપત, રાપર સહિતના આઠેક તાલુકાઓમાં કપાસનું વાવેતર કરવામાં આવે છે. કપાસનો પાક તૈયાર થયો તેવા સમયે જ લોકડાઉન જાહેર થતા અનેક ખેડૂતો કપાસ વેચી શક્યા નહોતા. આવા ખેડૂતો હવે કપાસ વેચી રહ્યા છે. બીજી તરફ કચ્છ આખા જિલ્લામાં એક માત્ર અંજારમાં સીસીઆઈ દ્વારા ટેકાના ભાવે કપાસની ખરીદી કરવામાં આવી રહી છે. ખેડૂતોમાંથી ઉઠતી ફરિયાદો અનુસાર કોઈ ખેડૂત વાહન ભરીને અહી કપાસ વેચવા આવે ત્યારે સૌપ્રાથમ તો એક મહિના પછી વારો આવશે, નામ-નંબર લખાવી નોંધવી કરાવી જાવ. તેવો જવાબ આપવામાં આવે છે. ૧૦૦-૧પ૦ કિલોમીટર દુરાથી ભાડુ ખર્ચીને આવેલો ખેડૂત બીજો ધક્કો ખાવાનો નાથી. આ ઉપરાંત પહેલી વિણીનો કપાસ હોય તો પણ ગ્રેડ નબળો છે તેવા બહાના આપીને મોટાભાગના ખેડૂતોનો કપાસ રિજેક્ટ કરવામાં આવે છે. આમ વિવિાધ બહાના દ્વારા ખેડૂતો ખુલ્લા બજારમાં સૃથળ પર જ કપાસ વેચવા મજબૂર બને તેવી સિૃથતિ પેદા કરાઈ રહી છે. બાદમાં દલાલો અને મીલરો ઓછાભાવે ખેડૂતોનો કપાસ પડાવી રહ્યા છે. કારણ કે ખેડૂતો પાસે ચોમાસામાં કપાસ સાચવવાની વ્યવસૃથા હોતી નાથી. વળી ચોમાસુ સિઝન શરૃ થવામાં હોવાથી ખેડૂતોને અત્યારે પૈસાની જરૃરિયાત પણ હોય છે. ત્યારે તાત્કાલિક અસરાથી તમામ ખેડૂતોનો કપાસ ટેકાના ભાવાથી ખરીદી કરવામાં આવે તેવી માગણી કરાઈ છે. કચ્છમાં ખેડૂતોના ઘરમાં હજુ હજારો મણ કપાસ પડયો છે. ખેડૂતોને મજૂરીના પૈસા ચુકવવા સહિતના નાણાની જરૃર છે. તેવા સમયે ખેડૂતો માટે વ્યવસૃથા કરવાના બદલે કચ્છના ભાજપના રાજકીય આગેવાનો સસ્તી પ્રસિદ્ધિ મેળવવામાં વ્યસ્ત હોવાનો આક્ષેપ કરતા જિલ્લા કોંગ્રેસના મહામંત્રી અને અંજાર તા.પં.ના વિપક્ષીનેતા અરજણભાઈ ખાટરીયાએ અન્ય તાલુકાઓમાં પણ ખરીદ કેન્દ્ર શરૃ કરવાની માગણી કરી છે.

૧૩૫૦થી ૧૪૦૦ જેવા નજીવા ભાવે કપાસ વેચવા ખેડૂતો મજબૂર

સીસીઆઈ દ્વારા ટેકાના ભાવાથી કરવામાં આવી રહેલી ખરીદીમાં કપાસનો ૪૦ કિલોનો ટેકાનો ભાવ રૃ.રર૦૦ છે. પરંતુ મીલીભગતાથી કપાસ રિજેક્ટ થયા બાદ ખુલ્લા બજારમાં આવો કપાસ માત્ર રૃ.૧૩પ૦થી ૧૪૦૦ના ભાવે ખેડૂતો પાસેાથી પડાવી લેવામાં આવે છે. લોકોનું પ્રતિનિિધત્વ કરતા રાજકીય આગેવાનોની નજર સામે આ ખેલ ચાલી રહ્યો છે, અમુકમાં તો રાજકીય નેતાઓની પણ તેમાં સંડોવણી છે. છતાં વાયદા અને વચનો આપતા નેતાઓ ખેડુતો માટે કંઈ કરતા નાથી.

Gujarat