કોરોનાએ કચ્છની વૃધ્ધાનો લીધો ભોગ : જિલ્લામાં ૬ઠ્ઠુ મોત થયું
- કોરોનાના વધતા જતાં સંક્રમણ વચ્ચે મોતનો આંક પણ ઉંચકાયો
ભુજ, રવિવાર
કચ્છમાં કોરોનાનો કેર વાધતો જઈ રહ્યો છે તે વચ્ચે આજે વધુ એક વૃધૃધાનો ભોગ લેવાઈ ગયો છે. મુંબઈાથી આવેલા માંડવી તાલુકાના મદનપુરાના વતની મહિલા કોરોના સામે જીંદગીનો જંગ હારી ગયા હતા. આમ કચ્છમાં અત્યારસુાધી મોતને ભેટેલા દર્દીઓનો આંક ૬ પહોંચી ગયો છે. એકસમયે કોરોના મુક્ત બની ગયેલા કચ્છમાં અન્ય રાજ્યોના લોક ોએ ધસારો કર્યા બાદ જિલ્લાની સિૃથતી બેકાબુ બની છે. એકતરફ આંતરીક ચેપ ફેલાઈ રહ્યો છે બીજીતરફ પોતાની ઈજ્જત બચાવવા સરકારના આદેશાથી વહીવટીતંત્રે ટેસ્ટનો આંક ઘટાડી નાખ્યો છે. જેના કારણે સંક્રમણનો સાચો આંક બહાર આવી રહ્યો નાથી. જેના કારણે આવનારા દિવસોમાં દેશની જેમ અન્ય રાજ્યોની સિૃથતી ભયાનક બને તો નવાઈ નહી. ડબલ્યુએચઓની આગાહી મુજબ જાહેર સૃથળો પર સોશ્યિલ ડિસ્ટન્સનું પાલન કરવામાં કરાતી બેદરકારી તાથા માસ્ક સહિતનું ધ્યાન રાખવામાં આવી રહ્યું નાથી. લોકડાઉન ખોલ્યા બાદ ધાર્મિક સૃથળોને પણ પરવાનગી આપી દેવાઈ છે ત્યારે આ ચેપ વધુ પંજો ફેલાવશે તે નક્કી છે. અત્યારસુાધી કચ્છમાં કોરોના સંક્રમણનો વ્યક્તિઓનો આંક ૮૯ ઉપર પહોંચી ગયો છે. તે વચ્ચે વધુ એક મોત નોંધાયું હતું. ૧૫ મેના મુંબઈાથી આવેલા શાંતાબેન ભાણજી રામજીયાણીને તાવ, કફ અને શ્વાસ લેવામાં તકલીફની ફરીયાદ સાથે ૨૯ મેના જી.કેમાં દાખલ કરાયા હતા. જ્યાં તા.૩૦ના તેનુ ંપરીણામ પોઝીટીવ આવ્યું હતું. તેઓને કોરોના વાયરસનો ચેપ લાગતાં પહેલાથી હાઈપરટેન્શનની બીમારી હતી. સારવાર દરમિયાન તબીયત બગડતા તેઓને વેન્ટિલેટર સપોર્ટ પર રખાયા હતા. પરંતુ આજે વહેલી સવારે ૪.૪૫ કલાકે તે શ્વાસ લેવામાં તકલીફ સર્જાયા બાદ તેઓને કાર્ડિયાક એરેસ્ટ થતા તેમનું નિાધન થયું હતું.
મુંદરાના ૬૫ વર્ષીય વૃધ્ધને કોરોના પોઝીટીવ
કચ્છમાં કોરોનાના કેસમાં થતા વાધારા વચ્ચે આજે મુંદરાના ૬૫ વર્ષીય વૃધૃધને કોરોના પોઝિટિવ નીકળ્યો હતો. જિલ્લામાં સંક્રમણનો રેટ વાધી રહ્યો છે ત્યારે મુંદરાના ગુંદાલા રોડ પરના શ્રીજીનગરના નરેશ વેલજી ચૌહાણ નામના વૃધૃધનો ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે. આમ,એકના મોત સાથે વધુ એકનો ઉમેરો થતા કુલ પોઝીટીવ કેસની સંખ્યા ૮૯ થઈ ગઈ છે. જ્યારે બીજીતરફ આજે વધુ પાંચ દર્દીઓ સાજા થતાં તેઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી. ભુજમાંથી ૪ સામખીયાળીના દર્દીઓ, એલાયન્સ હોસ્પિટલ મુંદરામાંથી સાંધાણના૧ દર્દીએ કોરોનાને પરાસ્ત કર્યો હતો. જેમાં સૌથી નાની ઉંમરની ૩ વર્ષની બાળકીનો પણ સમાવેશ થાય છે. આમ કચ્છમાં સાજા થઈ રજા આપેલા કેસોની સંખ્યા ૭૦ ની થઈ છે. હાલે એક્ટીવ કેસની સંખ્યા ૧૩ છે અને એક દર્દીની હાલત ગંભીર છે. આજે એક વૃધૃધાનું મોત થતા કુલ મોતનો આંક ૬ પહોંચ્યો છે.
ગાંધીધામની ઈન્ટરનેશનલ હોટલ માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર
કચ્છ જિલ્લાના ગાંધીધામની ''આરતી ઈન્ટરનેશનલ હોટલને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન તરીકે જાહેર કરાયો છે.હાલમાં ગાંધીધામની ''આરતી ઈન્ટરનેશનલ હોટલદદ, વોર્ડ-૧૨ એ, ગાંધીધામ વિસ્તારમાં કોરોના પોઝીટીવ કેસ પ્રકાશમાં આવતાં, આ વાયરસના સંક્રમણને અટકાવવા લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાંરૃપે આ વિસ્તારમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર ૧૯ જુન સુાધી સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવેલો છે. આ જાહેરનામાનો ભંગ કરનાર પર ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ કલમ ૫૧ થી ૫૮ તાથા ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર ઠરશે તેવું જિલ્લા કલેકટર દ્વારા જણાવાયુ છે.