ભુજમાં BSFના પાંચ જવાનોને કોરોના : કંડલા આવેલા બે ક્રુ મેમ્બરોના રિપોર્ટ પણ પોઝિટિવ
- મુંદ્રા રોડ પર ૭૯ બટાલીયનમાં ફરજ બજાવી રહ્યા છે
- તમામના સંપર્કમાં આવેલા લોકોને કવોરન્ટાઈન કરવાની કામગીરી શરૃ કચ્છમાં ફરી વખત કોરોનાના કેસો નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ
ભુજ,શનિવાર
ભુજમાં બોર્ડર સિક્યુરીટી ફોર્સના પાંચ જવાનોને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા હાહાકાર મચી ગયો છે. એટલુ જ નહિં, કંડલા આવેલા મહારાષ્ટ્રના બે ક્રુ મેમ્બરોના રિપોર્ટ પણ પોઝીટીવ આવ્યા છે. જેના પગલે કચ્છના આરોગ્ય વિભાગમાં દોડાધામ મચી ગઈ છે. ગઈકાલે એક દિવસના વિરામ બાદ આજે ફરી વખત નવા પાંચ કેસો નોંધાયા છે.
ભુજ-મુંદરા રોડ પર આવેલી બીએસએફની ૭૯ બટાલીયનમાં ફરજ બજાવતા એક સાથે પાંચ જવાનોના રીપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય તંત્રમાં દોડાધામ મચી છે. વધુમાં, કંડલા પોર્ટ પર મહારાષ્ટ્રાથી ડયુટી જોઈન કરવા આવેલા બે ક્રુ મેમ્બરોના રિપોર્ટ પણ પોઝીટીવ આવ્યા છે. આમ, એક સાથે ૭ લોકોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. પાંચ બીએસએફ જવાનોના કોરોનાના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે જેમાં, અનિલ કુમાર(૩૬), વિનોદ સિઘ(૪૪), હરિપાલ સિંઘ(૫૨), ચંદરજીત યાદવ(૪૮) અને દેવાનંદ(૫૦)નો સમાવેશ થાય છે. આરોગ્ય તંત્ર દ્વારા જવાનોના સંપર્કમાં આવેલા લોકોને ટ્રેસ કરીને કવોરન્ટાઈન કરવા કામગીરી હાથ ધરી છે. બીજીતરફ, કંડલા પોર્ટાથી શીપમાં ડયુટી જોઈન કરવા આવેલા મહારાષ્ટ્રના બે ક્રુ મેમ્બરોના રિપોર્ટ પણ પોઝીટીવ આવ્યા છે. રાયગઢ જિલ્લાના મુદસર યાસીન કોન્ડીવકર અને રતનાગીરીના તન્વીર લીયાકત પટેલનો સમાવેશ થાય છે. બંને ક્રુ મેમ્બરો ૨૨ તારીખે ડયુટી જોઈન કરવા ગાંધીધામ આવ્યા હતા. તેમણે પ્રાથમ મહારાષ્ટ્રમાં રિપોર્ટ કરાવ્યો હતો જો કે તે રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો. ત્યારબાદ ડયુટી જોઈન કરવાનું નકકી થતા અમદાવાદની ખાનગી લેબમાં ટેસ્ટ કરાવતા બંનેના રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતા. હાલ બંને ક્રુ અન્ય ૧૪ સ્ટાફ સાથે ગાંધીધામની હોટલમાં રોકાયેલા છે. તેમના સંપર્કમાં આવેલા લોકોને કવોરન્ટાઈન કરવામાં આવી રહ્યા છે.
હજુ ૧૧ શંકાસ્પદ દર્દીના રિપોર્ટ આવવાના બાકી છે
કચ્છ જિલ્લામા કુલ ૩૧ કન્ટેન્મેન્ટ ઝોનમાં અત્યાર સુાધીમાં કુલ ૩૬૨૨૮ લોકોનો સર્વે કરવામાં આવ્યો હતો. છેલ્લા ચોવીસ કલાકમાં કુલ ૧૧૦ શંકાસ્પદ કેસોના ટેસ્ટીંગ કરવામાં આવ્યા હતા. વધુમાં ૫ (પાંચ) પોઝીટીવ કેસ નોંધાયેલ છે. ૧૧ શંકાસ્પદ કેસના રિપોર્ટ આવવાના બાકી છે. અત્યાર સુાધી કુલ ૮૮ પોઝીટીવ કેસ નોંધાયા છે. હાલમાં ૧૮ એકટીવ પોઝીટીવ કેસ છે. કચ્છ જિલ્લામાં અન્ય જિલ્લા કે રાજયમાંથી આવેલા લોકોની કોરેન્ટાઇન અંગેની વિગતોમાં હાલમાં ૧૪૮૩ જેટલા લોકો સંસૃથાકીય કોરોન્ટાઇન હેઠળ છે. હાલમાં ૩૮૩૮ લોકોને હોમ કોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવેલ છે. જયારે પોઝીટીવ દર્દી સાથે સંપર્કમાં આવેલા લોકોની કોરોન્ટાઇન અંગેની વિગતોમાં અત્યાર સુાધી કુલ ૩૬૯ લોકોને સંસૃથાકીય કોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવેલ છે. અત્યાર સુાધી ૭૨૧ વ્યકિતઓને હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. કચ્છ જિલ્લાની વિવિાધ કોવીડ હોસ્પિટલમાં હાલ ૨૬ દર્દી એડમીટ છે અને ૨૧૮ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે.