કચ્છમાં કોરોનાની ગતિ વધી : સાત નવા ૫ોઝિટિવ કેસ
- જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 126 થઈ : એક્ટીવ કેસ 25
- ગાંધીધામના બે તથા મેઘપર બોરીચી, ભુજ અને રાપરના બાલાસરનો એક - એક કેસ
ભુજ, બુાધવાર
કચ્છમાં કોરોનાના કેસ જેટગતિએ વાધી રહ્યા છે. આજે ૭ નવા કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વાધીને ૧૨૬ પહોચી ગઈ છે. આજે નવા આવેલા કેસમાં બીએસએફના જવાન તેમજ દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. પોઝીટીવ આવેલા કેસોમાં ગાંધીધામના બે કેસ, મેઘપર બોરીચીનો એક, રાપર તાથા ભુજમાં એક - એક કેસ નોંધાયો હતો. જ્યારે ભુજ તાલુકાના અન્ય ૨ કેસ અમદાવાદની ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવતા પોઝિટિવ આવ્યા હતા. આમ, પાંચ પુરૃષ અને બે સ્ત્રી કોરોનાના સંકજામાં આવી ગયા છે.
આ અંગે મળતી માહિતી મુજબ ગાંધીધામની ભારતનગરમાં રહેતી ૨૦ વર્ષીય યુવતી , અંજારના મેઘપર બોરીચીમાં ૬૪, પુષ્પ કોટેજમાં રહેતો ૩૬ વર્ષીય લોકેશ લાલચંદાણી, ગાંધીધામના અંતરજાલના વિનેશલાઈફ નગરમાં રહેતો ૩૨ વર્ષીય મિલન પુરોહીત, રાપર તા.ના બાલાસરનો ૫૭ વર્ષીય આાધેડ ભરતસિંહ જાડેજા તાથા ભુજના બીએસએફ જવાનો ડી.એન. પાંડે કોરોના સંક્રમણનો શિકાર બન્યા છે. જ્યાર ેઆ સિવાય ભુજ તાલુકાના અન્ય ૨ કેસમાં મુળ સુરતના માતા-પુત્રે અમદાવાદની ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવતા પોઝિટિવ આવ્યો હતો. ૩૮ વર્ષીય ધવલ પ્રતાપ ઠક્કર તાથા ૬૦ વર્ષીય હર્ષાબેન પ્રતાપ ઠક્કર કોરોના પોઝિટિવ આવતા તેમના સંપકોને શોધવાની તજવીજ હાથ ધરાઈ છે. તો બીજીતરફ રાપર તાલુકાના સુવઈ ગામના ૩૩ વર્ષીય પોઝિટિવ દર્દી આશિષ બામણીયા ગાંધીનગરની સિવિલમાં સારવાર હેઠળ હતા તેઓ સાજા થતા તેઓને ઘરે પરત ફરવા રજા આપવામાં આવી હતી. પોઝીટીવ આવેલા દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી અંગે આરોગ્ય વિભાગના અિધકારીઓએ જણાવ્યુ હતુ કે, અંતરજાળનો ૩૨ વર્ષિય યુવાન મિલન થોડા દિવસો પહેલા અમદાવાદ ગયો હતો. ત્યાંથી, તે રાજકોટમાં ભાઈને મળવા ગયો હતો. તેના ભાઈને કોરોના હોવાનું સ્પષ્ટ થયુ હોવાથી તેના ભાઈના કારણે તેને ચેપ લાગ્યો હતો. મેઘપર બોરીચીના લોકેશની ટ્રાવેલ હિસ્ટ્રી નાથી. તે બેન્સામાં કામ કરતો હોવાથી તે વખતે કોઈના સંપર્કમાં આવ્યો હોવાથી ચેપ લાગ્યો હોઈ શકે. તેવી રીતે બાલાસરના ૫૭ વર્ષિય આાધેડ ભરતસિંહની પણ કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નાથી. જયારે, સુરતાથી ૧૨ દિવસ પહેલા ભુજના રેલડી ગામે વાડીમાં કામ કરવા આૃર્થે આવેલ મહિલા અને તેના પુત્રના સેમ્પલ અમદાવાદની ખાનગી હોસ્પીટલમાં મોકલાયા હતા. જેના પણ રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. તેમને સુરતાથી ચેપ લાગ્યો હોવાની શકયતા છે.
આમ, અત્યારસુાધી ૧૨૬ કેસ પોઝિટીવ પહોચ્યા છે જ્યારે ૯૩ લોકો સાજા થઈ જતાં તેઓને રજા આપી દેવાઈ છે. અત્યાર સુાધી ૭ લોકોના મોત થયા છે. જિલ્લામાં હાલ ૨૫ કેસ એક્ટીવ છે.