ક્રુ-મેમ્બરને કોરોના પોઝિટિવ આવ્યા બાદ આરોગ્ય વિભાગના મુંદ્રામાં ધામા
- ડ્રાઈવર સહિતના સેમ્પલ લેવાયા, ભુજના કંપાઉન્ડરને હોસ્પિટલમાંથી રજા અપાઈ
ભુજ,શનિવાર
મુંબઈાથી મુંદરા આવેલા ક્રુ મેમ્બરને કોરોના પોઝીટીવ આવ્યા બાદ જિલ્લાના આરોગ્ય તંત્ર દ્વારા મુંદરામાં ધામા નખાયા છે. યુવાનના સંપર્કમાં આવેલા ૨૦ જણ સહિત કચ્છના અન્ય વિસ્તારના ૧૪ મળીને કુલ સેમ્પલ મોકલવામાં આવ્યા હતા. જેમાંથી, એક સેમ્પલ રિજેકટ અને બાકીના ૩૩ સેમ્પલના રિપોર્ટ નેગેટીવ આવ્યા હતા. દરમિયાન, ગત ૧૯ એપ્રિલે માધાપરના રહેવાસી અને ભુજની ખાનગી હોસ્પીટલમાં કંપાઉન્ડર તરીકે નોકરી કરતા યુવાનનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો જેને આજે ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હતો.
શહેરની ખાનગી હોસ્પીટલમાં નોકરી કરતા ૨૭ વષિય યુવાનનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જેની ૧૦ દિવસ સારવાર ચાલી હતી. આ દરમિયાન દર્દીના બે સેમ્પલ મોકલવામાં આવ્યા હતા. જે રિપોર્ટ નેગેટીવ આવ્યા હતા. તેને ૨૯ તારીખે કોરોનામુકત જાહેર કરાયો હતો. જો કે તેને ડાયાબીટીસની બિમારી હોવાથી સારવાર ચાલુ રખાઈ હતી. આજે બપોરે જી.કે.ના તબીબો, સ્ટાફની હાજરીમાં હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી હતી. દરમિયાન ક્રુ મેમ્બરને કોરોના પોઝીટીવ આવ્યા બાદ જિલ્લાના આરોગ્ય અિધકારીએ જણાવ્યુ હતુ કે, આરોગ્યની ટીમે મુંદરાની મુલાકાત લીધી હતી. ક્રુ મેમ્બર જયાં રોકાયો છે એ હોટલની મુલાકાત લઈ વધુમાં જેમને કવોન્ટાઈન કરાયા છે તેમના હાલ ચાલ પુછવામાં આવ્યા હતા.