કચ્છમાં કોરોનાનો એક દર્દી સાજો થયોઃ ૨૩ એક્ટીવ કેસ
- હાશકારા વચ્ચે કોરોના સંક્રમણનો એકપણ નવો કેસ નહીં
ભુજ, રવિવાર
કચ્છમાં કોરોના દિવસે દિવસે પોતાનો સંકજો વાધારી રહ્યો છે. રોજ સંખ્યાબંધ નોંધાતા કેસ વચ્ચે આજે કોરોનાએ વિરામ લીધો હોય તેમ તંત્રે એકપણ નવો કેસ જાહેર ન હતો કર્યો. બીજીતરફ આદિપુરનો દર્દી સાજો થતાં તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
રવિવારે કોરોનાનો કચ્છમાં એકપણ કેસ નોંધાયો હતો. પરંતુ બે દિવસ પુર્વે મુંબઈાથી આવેલા વિમાનમાં ૨૭ પેસેન્જરો ૩ કોરોના પોઝીટીવ દર્દીઓના સંપર્કમાં આવ્યા હોવાથી તંત્રની દોડાધામ ચાલું છે. મુંબઈાથી ભુજ આવેલા ઉપડેલા વિમાનમાં દિવના ૩ પેસેન્જરો બેઠા હતા. જેઓ દિવ ઉતરી ગયા બાદ તેઓનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવતા ભુજ આવેલા ૨૭ મુસાફરો પર ખતરો તોળાઈ રહ્યો છે. આ મુસાફરો કચ્છના ક્યાં ગામના છે તેની શોધખોળ તંત્રે ચાલુ કરીને આગળની કાર્યવાહી કરાઈ રહી છે. તો બીજીતરફ આજે નવા કેસ નોંધાવવાની રાહત વચ્ચે આદિપુરના ૩૦ વર્ષીય મુકેશ ખીમજી મહેશ્વરીેએ કોરોનાને માત આપતા તેને હરીઓમ હોસ્પિટલ આદિપુરમાંથી રજા અપાઈ હતી. આમ, કચ્છમાં સાજા થઈ ગયેલા કેસો ૭૫ થયા છે. જ્યારે એક્ટીવ કેસની સંખ્યા ૨૩ થઈ છે.
કચ્છમાં ૧૩૦૦ લોકો સંસ્થાકીય ક્વોરન્ટાઈન
વૈશ્વિક મહામારી જાહેર થયેલા નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯માં કચ્છ જિલ્લામાં જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટર અને આપત્તિવ્યવસૃથાપન શાખા દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ કુલ ૮ કન્ટેન્મેન્ટ ઝોનમાં અત્યાર સુાધીમાં કુલ ૮૯૬ લોકોનો સર્વે કરવામાં આવ્યો હતો. હાલમાં ૧૩૦૦ જેટલા લોકો સંસૃથાકીય કોરોન્ટાઇન હેઠળ છે. હાલમાં ૭૨૪૧ લોકોને હોમ કોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવેલા છે. જયારે પોઝીટીવ દર્દી સાથે સંપર્કમાં આવેલા લોકોની કોરોન્ટાઇન અંગેની વિગતોમાં અત્યાર સુાધી કુલ ૩૯૯ લોકોને સંસૃથાકીય કોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવેલા છે. અત્યાર સુાધી ૭૫૯ વ્યકિતઓને હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે.