કચ્છમાં કોરોનાના વધુ ૧૦ કેસ નોંધાયા, કુલ કેસ ૪૮૫ થયા
- એક્ટીવ કેસ ૧૭૨ તથા ૨૫ લોકો મોતને ભેટયા
- દબડામાં ૨ તથા માધાપર, બીટીયારી, લલીયાણા, આદિપુર, ગાંધીધામ, બોરાણા, નખત્રાણા, ખેંગારપરમાં એક-એક કેસ
ભુજ, મંગળવાર
કચ્છમાં કોરોના પોઝિટિવ કેસમાં આજે વધુ ૧૦નો ઉમેરો થયો હતો. જેમાં દબડામાં ૨ તાથા બીટીયારી, લલીયાણા, માધાપર, ગાંધીધામ, આદિપુર, બોરાણા, નખત્રાણા, ખેંગારપરમાં એક-એક કેસ નોંધાયો છે. આમ એક્ટીવ કેસ ૧૭૨ તાથા કુલ પોઝિટિવ કેસ ૪૮૫ થયા છે.
મળતી માહિતી મુજબ અંજાર તાલુકાના દબડામાં કૈલાશ નગરમાં પિતા- પુત્રને ચેપ લાગ્યો છે. ૪૭ વર્ષના પરષોત્તમ બાંભણીયા તાથા ૨૧ વર્ષના પાર્શવ બાંભણીયા ચેપનો ભોગ બન્યા છે. અબડાસા તાલુકાના બીટીયારીમાં ભાનુશાલી વાડીમાં ૫૫ વર્ષના હરેશ ઠક્કર, ભચાઉ તાલુકાના લલીયાણાના ૨૫ વર્ષના મંજુ બારોટ, ભુજ તાલુકાના માધાપરના આંબેડકરનગરમાં રહેતા ૩૫ વર્ષના જશોદા મહેશ્વરી, ગાંધીધામના સપનાનગરના ૬૭ વર્ષના નુતન ત્રિપાઠી, આદિપુરમાં ૨ વાડીના ૬૯ વર્ષના બુાધારામ મેઘવાળ, સુરેન્દ્ર નગરાથી આવેલા બોરાણા આવેલા ૩૨ વર્ષના સંજય ડાભી, નખત્રાણાના ૫૦ વર્ષના એસ્સાર પેટ્રોલ પંપ પાસે રહેતા પર્વતકુમાર સમાલ તાથા મુંબઈાથી રાપર ખેંગારપર આવેલા ૩૦ વર્ષના મહેશ વરચંદ સંક્રમણનો શિકાર બન્યા છે. બીજીતરફ ૧૫ લોકોએ કોરોનાને મ્હાત આપતા સાજા થયેલા કુલ દર્દીઓનો આંક ૨૮૯ થયો છે. જ્યારે અત્યારસુાધી ૨૫ લોકો મોતને ભેટી ચુક્યા છે.
ભચાઉમાં નિયમોનો ભંગ થતા કોરોનાનું સંક્રમણ વધવાનો ભય
ભચાઉમાં કોરોનાના પોઝીટીવ કેસો આવ્યા બાદ જે તે વિસ્તારને કન્ટેમેન્ટ ઝોન જાહેર કરી રહીશોને કવોરન્ટાઈન કરવામાં આવ્યા છે. તેમ છતા આ વિસ્તારમાં બજારો ચાલુ છે. અને કવોરન્ટાઈન વ્યકિતઓ બજારમાં ફરતા જોવા મળે છે.
આ અંગે ભચાઉ શહેર કોંગ્રેસ સમિતિના મહામંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવેલ કે, ભચાઉના રામવાડી, વાર્ધમાનનગર જેવા વિસ્તારોમાં કોરોનાના કેસો સામે આવ્યા છે. જેાથી, આ વિસ્તારમાં લોકોને કવોરન્ટાઈન કરવામાં આવ્યા છે તેમ છતા આવા લોકો બજારમાં ફરતા જોવા મળે છે. કન્ટેમેન્ટ ઝોનમાં સરકારી ફરજ પરના કર્મચારીઓની અવરજવર હોઈ જોઈએ. તેમ છતા દુકાનો પણ ચાલુ છેે. જેાથી, અન્ય લોકોને ચેપ લાગવાનો ડર લાગે છે.