કોરોનાનો વિરામ!: બે દર્દીઓ સાજા થતા હોસ્પીટલમાંથી અપાઈ રજા
- કચ્છમાં કોરોનાના કુલ કેસ ૧૧૪ પહોચ્યા,૨૧ એક્ટીવ
- આદિપુર ખાતેથી કોરોનાને મ્હાત આપવાર સ્ત્રી-પુરષ ઘરે પહોંચ્યા કચ્છમાં કોરોનાને પગલે ૧૩૧૬ લોકો સંસ્થાકીય ક્વોરન્ટાઈન
ભુજ, રવિવાર
કચ્છમાં કોરોના વાયરસનો કોઈ નવો પોઝિટિવ કેસ રવિવારે નોંધાયો ન હતો. દર રવિવારે કોરોના વિરામ લેતો હોય તેમ આ વખતે પણ એકપણ કેસ તંત્રના ચોપડે ચડયો ન હતોે. તો બીજીતરફ બે દર્દીઓ સાજા થતા રજા અપાઈ હતી.
એકપણ નવો કેસ ન નોંધાતા અિધકારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. તો બીજીતરફ આદિપુરની હરિઓમ હોસ્પિટલ ખાતે ૨ દર્દીઓએ કોરોનાને મ્હાત આપતા તેને હર્ષની લાગણી સાથે વિદાય આપવામાં આવી હતી. ગાંધીધામની ૪૬ વર્ષીય મહિલા શાંતિ જોય તાથા અંજારના ૨૮ વર્ષીય પુરૃષ ધવલ થરાદરાએ કોરોના સામે જંગી જીતી લીધી હતી. આમ, વર્તમાન સમયમાં કચ્છમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૧૧૪ થઈ છે. તો અત્યારસુાધી સાજા થયેલા દર્દીઓ ૮૬ છે. જ્યારે ૭ના મોત થયા છે. તો એક્ટીવ કેસની સંખ્યા ૨૧ થઈ છે.
વૈશ્વિક મહામારી જાહેર થયેલા નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ના પગલે ૧૩૧૬ લોકોને સંસૃથાકીય ક્વોરન્ટાઈન તાથા ૯ કન્ટેન્મેન્ટ ઝોનમાં ૬૭૦ લોકોનો સર્વે કરાયા હતો.
કચ્છ જિલ્લામાં અન્ય જિલ્લા કે રાજયમાંથી આવેલા લોકોની કોરેન્ટાઇન અંગેની વિગતોમાં હાલમાં ૧૩૧૬ જેટલા લોકો સંસૃથાકીય કવોરન્ટાઇન હેઠળ છે. હાલમાં ૮૯૬૦ લોકોને હોમ કવોરન્ટાઇન હેઠળ રાખવામાં આવેલા છે. જયારે પોઝીટીવ દર્દી સાથે સંપર્કમાં આવેલા લોકોની કવોરન્ટાઇન અંગેની વિગતોમાં અત્યાર સુાધી કુલ ૪૫૪ લોકોને સંસૃથાકીય કવોરન્ટાઇન હેઠળ રાખવામાં આવેલા છે. અત્યાર સુાધી ૮૫૧ વ્યકિતઓને હોમ કવોરન્ટાઇન કરવામાં આવ્યા છે.કચ્છ જિલ્લાની વિવિાધ કોવીડ હોસ્પિટલમાં હાલ ૨૪ દર્દી એડમીટ છે અને અત્યાર સુાધીમાં કુલ ૨૮૭ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે.