કચ્છમાં આવતા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે ક્વોરન્ટાઈનના નિયમો ફરી બદલાયા
- દર સપ્તાહે બદલતા નિયમોથી પ્રવાસીઓમાં મુંઝવણ
- અગાઉના ૧૦ દિવસના બદલે હવે માત્ર ૭ દિવસ સંસ્થાકીય ક્વોરન્ટાઈનમાં રહેવું પડશે : દર્દીઓ અને બાળકોને મુક્તિ
ભુજ, શુક્રવાર
ભારત સરકાર દ્વારા વિદેશાથી ફલાઈટમાં આવનાર ગુજરાતી મુસાફરો માટે કવોરન્ટાઇન બાબતે સુાધારો બહાર પાડવામાં આવેલો છે. જે અન્વયે ફરીથી સરકારી સંસૃથાકીય ક્વોરન્ટાઈનના દિવસમાં ઘટાડો કરાયો છે.
ગત સપ્તાહે જ ૧૦ દિવસ સંસૃથાકીય તાથા ૪ દિવસ હોમ ક્વોરન્ટાઈન નિયમ લાગુ કરાયો હતો. પરંતુ આજે ફરી તેમાં ફેરફાર કરીને સંસૃથાકીય ક્વોરન્ટાઈનના દિવસ ઘટાડી દેવાયા છે. હવેાથી આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ કે જેઓ ડોમેસ્ટીક ફલાઇટાથી આવતા હોય આૃથવા રસ્તા, રેલમાર્ગે આવતા હોય અને અગાઉ ભારત દેશમાં કવોરન્ટાઇન થયા ન હોય તેવા પ્રવાસીઓએ ફરજીયાત ૭ દિવસ સરકાર દ્વારા નિયત કરાયેલા સંસૃથાકીય કવોરન્ટાઇનમાં અને ૭ દિવસ હોમ કવોરન્ટાઇન થવાનું રહેશે અને આ અંગે જે તે સંસૃથા દર અને ધારા-ધોરણ લાગુ પડશે. જ્યારે માનવીય તકલીફ ધરાવતી વ્યકિત, સગર્ભા મહિલા, કુટુંબના સભ્યનું મૃત્યુ, ગંભીર બીમારી, ૧૦ વરસાથી ઓછી ઉંમરનું બાળક અને તેની સાથેના તેના માતા-પિતા તેઓએને સંસૃથાકીય ક્વોરન્ટાઈનમાંથી મુક્તિ અપાઈ છે. તેઓએ સીધા ૧૪ દિવસ હોમ ક્વોરન્ટાઈન થવાનું રહેેશે. તેવું જિલ્લા કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જણાવાયું છે.