ભાડરા-આશાલડી ગામની સીમમાં ચાર પવનચક્કીમાંથી ૬૯ હજારના કેબલની ચોરી


બે રાત વચ્ચે તસ્કરો ૩,૮૯૪ મીટર કેબલ વાયર કાપી ઉઠાવી ગયા

ભુજ :  લખપત તાલુકાના મોટા ભાડરા અને આશાલડી ગામની સીમમાં આવેલી સુઝલોન કંપનીની અલગ અલગ ચાર પવનચક્કીમાંથી કોઇ અજાણ્યા શખ્સો રૃપિયા ૫૯ હજારની કિંમતના ૩,૮૯૪ મીટર કોપર વાયરની ચોરી કરી જતાં દયાપર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ અબડાસા તાલુકાના ફુલાય ગામે રહેતા અને પ્રાઇવેટ સિક્યુરીટીમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા નરેન્દ્રસિંહ જીવુભા જાડેજાની ફરિયાદને ટાંકીને પોલીસ જણાવ્યું હતું કે, ચોરીનો બનાવ ગત ૨૭ ઓકટોબરથી ૩૦ ઓકટોબર દરમિયાન બન્યો છે. સુઝલોન કંપનીની મોટા ભાડરા ગામની સીમમાં આવેલી પવનચક્કીમાંથી ૮૫૦ મીટર વાયર કિંમત રૃપિયા ૧૫ હજાર તેમજ મોટા ભાડરા ગામની સીમમાંથી આવેલી અન્ય પવનચક્કી નં. એબીડી ૨૬૩માંથી ૧૪૯૪ મીટર કેબલ કિંમત રૃપિયા ૨૦ હજાર ચોરી કરી ગયા હતા. તેમજ આશાલડી ગામની સીમમાં પવનચક્કી નંબર આરડબ્લ્યુએસ ૦૨૦માંથી ૭૯૦ મીટર અને પવનચક્કી નંબર ૦૨૫માંથી ૭૬૦ કોપર કેબલ એમ ૧,૫૫૦ મીટર વાયર કિંમત રૃપિયા ૨૪ હજાર મળીને ચારેય પવનચક્કીમાંથી કુલ ૫૯ હજારની કિંમતના વાયરની કોઇ અજાણ્યા શખ્સો ચોરી કરી ગય હતા. દયાપર પોલીસે બનાવની નોંધ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

City News

Sports

RECENT NEWS