Get The App

મુંબઈથી ભુજની શરૃ થયેલી ડોમેસ્ટિક ફલાઈટમાં માત્ર છ પ્રવાસીઓ આવ્યા!

- લોકડાઉન- ૪માં છુટ મળ્યા બાદ શરૃ થયેલી હવાઈ સફરને મોળો પ્રતિસાદ

- સાત પ્રવાસીઓ ભુજથી મુંબઈ ગયા : અમદાવાદ - કંડલા ફલાઈટ પણ શરૃ, ૧૩ ઉતારૃ આવ્યા-૧૦ મુસાફરો અમદાવાદ પરત ગયા

Updated: May 26th, 2020

GS TEAM

Google News
Google News
મુંબઈથી ભુજની શરૃ થયેલી ડોમેસ્ટિક ફલાઈટમાં માત્ર છ પ્રવાસીઓ આવ્યા! 1 - image

ભુજ, સોમવાર

કોરોના મહામારી વકરે નહીં તે માટે બંધ કરી દેવાયેલી ડોમેસ્ટીક ફલાઈટને આખરે છુટ આપી દેવાઈ છે. જે અનુસંધાને મુંબઈ - ભુજ  વચ્ચે હવાઈ સફર આજે પુર્ણ થઈ હતી. જો કે, પ્રાથમ દિવસે અત્યંત મોળો પ્રતિસાદ મળ્યો હોય તેમ મુંબઈાથી કચ્છ હવાઈ માર્ગે માત્ર ૬ પ્રવાસી આવ્યા હતા. 

લોકડાઉન- ૧થી બંધ થયેલી હવાઈ સફર ફરી ચાલુ કરાઈ છે. દેશના અન્ય ભાગો સાથે ગુજરાતમાં પણ ડોમેસ્ટીક ફલાઈટ ઓપરેટ થઈ હતી. પરંતુ હવાઈ માર્ગેાથી આવનારા લોકોએ ઓછો રસ લીધો હોય તેમ સામાન્ય દિવસોમાં ફુલ રહેતી મુંબઈ - ભુજ ફલાઈટ ખાલી ખમ્મ આવી હતી અને ખાલી ગઈ હતી. મુંબઈાથી ભુજની ફલાઈટમાં માત્ર ૬ વ્યક્તિઓ આવ્યા હતા જ્યારે ભુજ થી મુંબઈ જવામાં માત્ર ૭ લોકો ગયા હતા.  જ્યારે મુંબઈાથી કંડલા આવનારી ફલાઈટ રદ થઈ હતી. સાંજે અમદાવાદાથી કંડલાની ફલાઈટ આવી હતી જેમાં ૧૩ ઉતારૃ હતા જ્યારે પાછા જવામાં ૧૦ મુસાફરો હતા. આમ, પ્રાથમ દિવસે હવાઈ માર્ગે કચ્છ આવવામાં લોકો ઓછો રસ લીધો હોય તેવું ફલિત થયું છે. જાણકારોએ જણાવ્યું હતું કે, છેલ્લા એક માસાથી મુંબઈાથી જે રીતનો ગાડીઓનો પ્રવાહ છે તેમાં જ મોટાભાગના લોકો આવી ગયા છે. ઉપરાંત હવાઈ સફરના બેભાન કરી નાખે તેટલા ઉંચા ભાડા થકી સામાન્ય વર્ગને જો પરીવાર સાથે આવવું હોય તો પોષાય નહી તેાથી લોકો કચ્છમાં પ્રવેશવા ગાડીઓન સહારો લઈ રહ્યા છે. આિાર્થક માર વચ્ચે ફલાઈટના ઉંચાભાડા લોકોને કમર તોડી નાખે તે દેખીતી વાત છે. 

Tags :